એસબીઆઈ બેંકમાં ખાતુ ધરાવનાર કરોડો ગ્રાહકો માટે આ મહત્વના સમાચાર છે. જો તમે પણ દેશની આ સરકારી બેંકમાં ખાતુ ધરાવતા હોવ તો 30 જૂન તમારી માટે ખૂબ જ મહત્વની છે. હકીકતમાં 30 જૂનથી બેંક તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરી રહી છે. જેની અસર સમગ્ર ભારતના કરોડો ગ્રાહકો પર થવાની છે. આ બાબતે એસબીઆઈએ તેના અધિકૃત ટ્વીટર પર તે વિશેની જાણકારી આપી હતી.
આ વિશે આપને જણાવી દઈએ કે SBI દ્વારા 30 જૂનથી બેંક લોકરને લઈને કેટલાક નિયમો બદલવામાં આવનાર છે. બેંકે આ બાબતે એક એડવાઈઝરી જાહેર કરી છે કે ઈન્ટરનેટ પર લોકર ધારકોને 30 જૂન 2023 સુધી રિવાઈજ્ડ લોકર એગ્રીમેન્ટ પર સહી કરવા અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી બેક દ્વારા તેના વિશે એડવાઈઝરી આપવામાં આવી રહી છે.
બેંકે ગ્રાહકોને અપીલ કરી છે કે લોકર એગ્રીમેન્ટ પર તાત્કાલિક સહી કરી લે. SBI એ પોતાના ઓફિસિયલ એકાઉન્ટમાં ટ્વીટ કરીને લખ્યુ છે કે. પ્રિય ગ્રાહકો, રિવાઈજ્ડ લોકર એગ્રીમેન્ટ પર સેટલમેન્ટ માટે કૃપા કરીને તાત્કાલિક બાન્ચનો સંપર્ક કરો. અને જો તમે પહેલાથી જ સહી અપડેટ કરી લીધી હોય તો તમારે પણ સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટને પ્રમાણિત કરવા જરુરી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગ્રાહકોને અપીલ કરી હતી કે 23 જાન્યુઆરી 2023માં ગ્રાહકોને ધ્યાનમાં રાખી આ સર્કુલર જાહેર કરવામાં આવ્યો હતો. આ સર્કુલર પ્રમાણે દરેક બેંકોમાં લોકર સંબંધિત નિયમો અને કરારો વિશે માહિતી આપવાની રહેશે. આ સાથે એ પણ નક્કી કરવુ પડશે કે 50 ટકા ગ્રાહકોના કરારને 30 જૂન સુધી અને 75 ટકાને 30 સપ્ટેમ્બર સુધી રિવાઈઝ કરવુ પડશે.