રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત (SGFI) શાળાકીય કુરાશ અન્ડર ૧૪, ૧૭,૧૯ ભાઈઓ-બહેનો મહાનગર પાલિકાકક્ષા સ્પર્ધા-૨૦૨૪-૨૫”નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાવનગર શહેરની વિવિધ શાળાઓના ૨૫૦થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાંથી પસંદ થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.
જેમાં (વયજુથ- અન્ડર ૧૪ ભાઈઓ પ્રથમ નંબર વજન ગૃપ ૨૫ કિ.ગ્રા સુધી) સોલંકી ધ્યેય, ૨૫ થી ૩૦ કિ.ગ્રા. ગોહિલ પ્રયાગ, ૩૦ થી ૩૫ કિ.ગ્રા. ગોહિલ અક્ષરદીપસિંહ, ૩૫ થી ૪૦ કિ.ગ્રા મોરપરા અશ્વિન, ૪૦ થી ૪૫ કિ.ગ્રા ગઢવી દક્ષ, ૪૫ થી ૫૦ કિ.ગ્રા ઝાલા રુદ્રદીપસિંહ, ૫૦ થી ૫૫ કિ.ગ્રા જાસોલીયા હિત,૫૫ + કિ.ગ્રા સિંધ આશિષ.
(વયજુથ- અન્ડર ૧૪ બહેનો પ્રથમ નંબર વજન ગૃપ ૩૨ કિ.ગ્રા સુધી) બારૈયા હિમાંશી, ૩૨ થી ૩૬ કિ.ગ્રા સોલંકી કૃપા, ૩૬ થી ૪૦ કિ.ગ્રા ચૌહાણ આરુહી, ૪૪ થી ૪૮ કિ.ગ્રા પરમાર સાક્ષીબા.
(વયજુથ-અન્ડર ૧૭ ભાઈઓ પ્રથમ નંબર પર વજન ગૃપ ૪૦ કિ.ગ્રા સુધી )સોલંકી રવિ, ૪૦ થી ૪૫ કિ.ગ્રા વાઘેલા ભાવિન, ૪૫ થી ૫૦ કિ.ગ્રા વાઘેલા કનીશ, ૫૦ થી ૫૫ કિ.ગ્રા પટેલ દિપ, ૫૫ થી ૬૦ કિ.ગ્રા જમોડ ભૌતિક, ૬૦ થી ૬૬ કિ.ગ્રા ધોબી રોશન, ૬૬ થી ૭૩ કિ.ગ્રા બાંભણિયા માનવ,+૭૩ સુધીમાં સરવૈયા સુફિયાન.
(વયજુથ-અન્ડર ૧૭ બહેનો પ્રથમ નંબર વજન ગૃપ ૩૬ કિ.ગ્રા સુધી) ચૌહાણ પ્રાચી, ૪૪ થી ૪૮ કિ.ગ્રા શાહ ધ્યાની, ૪૮ થી ૫૨ કિ.ગ્રા શેખ સાનિયા, ૫૭ થી ૬૩ કિ.ગ્રા લંગાળીયા યાહવી.
(વયજુથ- અન્ડર ૧૯ ભાઈઓ પ્રથમ નંબર ૪૦ થી ૪૫ કિ.ગ્રા) દિહોરા મિલન, ૪૫ થી ૫૦ કિ.ગ્રા નાથાણી પ્રયાગ, ૫૦ થી ૫૫ કિ.ગ્રા ગોહિલ હર્ષદીપસિંહ, ૫૫ થી ૬૦ કિ.ગ્રા. મન્સૂરી ખાલીદ, ૬૦ થી ૬૬ કિ.ગ્રા લીંબાણી પાર્થ, ૬૬ થી ૭૩ કિ.ગ્રા ભાલાણી ઋષિ, ૭૩ થી ૮૧ કિ.ગ્રા પંડયા નૈતિક,+ ૮૧ કિ.ગ્રા. જોટગીયા પાર્થ.
(વયજુથ- અન્ડર ૧૯ બહેનો પ્રથમ નંબર વજન ગૃપ) ૫૨ કિ.ગ્રા ચુડાસમા હિરલ,૫૭ સુધીમાં કિ.ગ્રા ગોહિલ ધ્રુવિકા વિજેતા જાહેર થયા છે.તેમ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)