કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IPC, CRPC અને એવિડેન્સ એક્ટનેુ રિપ્લેસ કરીને 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે રાજદ્રોહ કાયદો નાબૂદ કરવાની પણ વાત કરી હતી. લોકસભામાં તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવી રહ્યો છે, આ અંગે સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહેલા આ કાયદાને લઈને ઘણો વિવાદ થયો હતો, ઘણા વિરોધ પક્ષોએ તેને નાબૂદ કરવાની માંગ કરી હતી અને તેના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.
રાજદ્રોહના કાયદો રદ્દ કરાશે પરંતુ સરકારના નવા કાયદામાં જોગવાઈઓ ઉમેરાઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આઈપીસી અંગે નવું બિલ દેશદ્રોહના અપરાધને સંપૂર્ણપણે રદ કરી દેશે. ભારતીય ન્યાય સંહિતા (New IPC)માં ભાગલાવાદ, સશસ્ત્ર વિદ્રોહ, વિનાશક પ્રવૃત્તિઓ, ભાગલાવાદી પ્રવૃત્તિઓ કે ભારતની સંપ્રભુતા કે એકતા અને અખંડતાને ખતરામાં નાંખતા કૃત્યો પર એક નવી જોગવાઈ ઉમેરાઈ છે.
#WATCH | Union Home Minister Amit Shah says, "…Under this law, we are repealing laws like Sedition…," as he speaks on Bharatiya Nyaya Sanhita Bill, 2023; The Bharatiya Sakshya Bill, 2023 and The Bharatiya Nagrik Suraksha Sanhita Bill in Lok Sabha. pic.twitter.com/CHlz0VOf7Z
— ANI (@ANI) August 11, 2023
ત્રણ કાયદા નાબૂદ કરવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, હું જે ત્રણ બિલ એક સાથે લાવ્યા છીએ, તે ત્રણ બિલ ફોજદારી કાયદાની પ્રક્રિયા, ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારો કરવા જઈ રહ્યા છે. પ્રથમ ભારતીય દંડ સંહિતા છે જે 1860 માં બનાવવામાં આવી હતી, બીજી ક્રિમિનલ પ્રોસિજર કોડ છે જે 1898 માં બનાવવામાં આવી હતી અને ત્રીજો ભારતીય પુરાવા કાયદો છે જે 1872 માં બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આજે આપણે આ ત્રણને નાબૂદ કરીને ત્રણ નવા કાયદા બનાવવા આવ્યા છીએ. આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે હવે ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા દ્વારા બદલવામાં આવશે, જ્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા CrPC દ્વારા બદલવામાં આવશે. એ જ રીતે એવિડન્સ એક્ટનું નામ હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં બદલીને રાજદ્રોહના કાયદાને નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.