વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદભવનમાં, વૈદિક વિવિથી પૂજન-અર્ચન કરી, ચૌલ સામ્રાજ્ય સમયનો સેંગોલ, લોકસભાના અધ્યક્ષની પીઠીકા પાસે સ્થાપિત કર્યો હતો. પૂજન પૂર્વે સૌથી પહેલા વડાપ્રધાને આ ૨૫૦૦ વર્ષ પ્રાચીન ‘સેંગોલ’ને દંડવત્ પ્રણામ પણ કર્યા હતા.
વાસ્તવમાં સ્વાતંત્ર્યના અમૃતકાળમાં જ નવું સંસદભવન સંપુર્ણતઃ તૈયાર કરાવી તેમાં લોકસભાના અધ્યક્ષની પીઠીકા પાસે સ્થાપવાનો નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને ૧૪મી ઑગસ્ટની રાત્રીએ જ અંગ્રેજો પાસેથી સત્તા-હસ્તાંતરણના પ્રતીક તરીકે સેંગોલ હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. પરંતુ જવાહરલાલ નહેરૂએ તે અલ્હાબાદ સ્થિત પોતાના પૈતૃક નિવાસ સ્થાન ‘આનંદ-ભુવન’માં મોકલી દીધો હતો. જ્યાં તેને માત્ર એક સામાન્ય ‘છડી’ તરીકે એક ખુણામાં મુકી દીધો હતો.
વડાપ્રધાને આ પૂજન-વિધિ વગેરે કર્યા ત્યારે લોકસભા અધ્યક્ષ યૉમ-બિર્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.