નિફ્ટી અને બજારની ચાલને જોતા હાલ સ્પષ્ટ રીતે મૂડમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી ફ્યુચર્સમાં લાંબા સમયથી ચાલતો શોર્ટ બિલ્ડ-અપ હવે સમાપ્ત થયો છે અને તેની જગ્યાએ લૉન્ગ બિલ્ડ-અપ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. આજના ઓપનિંગ સમયે નિફ્ટીમાં જોવા મળેલો ઇન્ટ્રાડે ઘટાડો વાસ્તવમાં એક બેર ટ્રેપ સાબિત થઈ શકે છે, કારણ કે પુટ સાઇડ OIમાં શરૂઆતમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો, જ્યારે કોલ સાઇડમાં લાખોની સંખ્યામાં OIનો વધારો થયો હતો, જેના કારણે શરૂઆતમાં બેર્સને બજાર પર દબદબો જમાવવાનો મોકો મળ્યો.
જોકે દિવસ આગળ વધતા પુટ રાઇટિંગમાં તેજી આવી રહી છે, જે બજારના સેન્ટિમેન્ટને ફરી પોઝિટિવ તરફ ધકેલી શકે છે. ચાર્ટ મુજબ નિફ્ટીની લીલી રેખા લાલ શૂન્ય રેખાને પાર કરી ઉપર તરફ ગઈ છે, જે તેજીનો સ્પષ્ટ સંકેત છે, અને તે જ રીતે બેંક નિફ્ટી પણ શૂન્ય રેખાથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જે સમગ્ર માર્કેટમાં બુલિશ ભાવનાને દર્શાવે છે. જો કે હાલ નિફ્ટી પર વેચાણનો સંકેત દેખાય છે, પરંતુ જો પુટ રાઇટિંગ ઝડપથી વધે તો આ સંકેત કોઈપણ સમયે તીવ્ર રીતે બદલાઈ શકે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આજે એક્સપાયરી ડે હોવાથી થીટા ડેકેને કારણે ઓપ્શન્સ ટ્રેડર્સને સાવચેત રહેવાની જરૂર છે.
આ વચ્ચે બજાર આજે સકારાત્મક નોંધ સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 268.87 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને 84,153.28 પર અને નિફ્ટી 70.95 પોઈન્ટ અથવા 0.26 ટકા વધીને 25,855.95 પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય બજારો માટે આજે સૌથી મોટો ટ્રિગર ભારત-અમેરિકા વચ્ચે વેપાર સોદાની વાટાઘાટો ફરી શરૂ થવી છે. GIFT નિફ્ટીમાં લગભગ 50 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે એશિયન બજારોમાં પણ મજબૂત તેજી છે અને જાપાનનો નિક્કી 3 ટકા કરતાં વધુ ઉછળી રહ્યો છે.
યુએસ બજારોમાં પણ ગઈકાલના નીચા સ્તરથી સારી રિકવરી જોવા મળી છે, જો કે યુએસ દ્વારા ઈરાન સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો લાદવામાં આવતા વૈશ્વિક સ્તરે થોડી અનિશ્ચિતતા યથાવત્ છે. આ સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ હલચલ છે, કારણ કે લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર શેડોફેક્સનો ₹1,900 કરોડનો IPO આવતા અઠવાડિયે ખુલવાની તૈયારીમાં છે, જેનું અંદાજિત મૂલ્યાંકન ₹7,400 કરોડ છે, અને કંપની ટૂંક સમયમાં તેનો પ્રાઇસ બેન્ડ જાહેર કરે તેવી અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel