બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે અને તે અટકવાનું નામ લઈ રહી નથી. આ જ ચિંતાજનક શ્રેણીમાં વધુ એક કરુણ ઘટના 11 જાન્યુઆરીની સાંજે સામે આવી છે, જેમાં ફેની જિલ્લાના દગનભૂઈયા વિસ્તારમાં 28 વર્ષીય હિંદુ ઓટો-રિક્ષા ડ્રાઈવર સમીર કુમાર દાસની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી.
बांग्लादेश में हिंदू अल्पसंख्यक की हत्या का एक और मामला
फेनी जिले के दागनभुइयां थाना क्षेत्र में रविवार रात 28 वर्षीय हिंदू युवक समीर चंद्र दास (ऑटो रिक्शा चालक) का शव खेत में मिला।
शव पर चाकू के कई घाव और पीटाई के निशान थे।
परिजनों ने बताया कि पिछले कुछ समय से उन्हें… pic.twitter.com/nYVnKaQwO0
— One India News (@oneindianewscom) January 13, 2026
પ્રાપ્ત માહિતી અનુસાર, સમીર કુમાર દાસ કાર્તિક કુમાર દાસ અને રીના રાણી દાસના પુત્ર હતા અને તેઓ CNG (બેટરી ઓપરેટેડ) ઓટો-રિક્ષા ચલાવીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 11 જાન્યુઆરીની સાંજે તેઓ રોજની જેમ રિક્ષા લઈને કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમને રસ્તામાં અટકાવ્યા અને પહેલા તેમની સાથે મારપીટ શરૂ કરી હતી. બાદમાં હુમલાખોરોએ સમીર પર છરી વડે અનેક ઘા ઝીંકી તેમની હત્યા કરી દીધી અને ઘટના બાદ તેમની ઓટો-રિક્ષા લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
Another Hindu killed in Bangladesh!
On January 11 evening, miscreants kil-led Samir Kumar Das (28) and took-away his CNG autorickshaw from Feni district's Dagonbhuiyan area. He was the eldest son of Kartik Kumar Das and Rina Rani Das. pic.twitter.com/IgiBILqa4H
— Salah Uddin Shoaib Choudhury (@salah_shoaib) January 12, 2026
જ્યારે રાત્રે મોડે સુધી સમીર ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી, ત્યારે આ હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી. સમીરનો મૃતદેહ બાદમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નજીકથી મળી આવ્યો હતો, જેને જોઈ પરિવારજનોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં આ કેસ લૂંટ અને હત્યાનો હોવાનું લાગી રહ્યું છે, કારણ કે હુમલાખોરો રિક્ષા લઈને ભાગી ગયા હતા. જોકે, ઘટનાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી અને તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે. આ ઘટના ફરી એકવાર એ ગંભીર સત્ય સામે લાવે છે કે બાંગ્લાદેશમાં હિંદુ સહિત અન્ય લઘુમતીઓની સુરક્ષા સ્થિતિ કેટલી કફોડી અને અસુરક્ષિત બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીનાં મોત બાદ હિંદુઓ પર હિંસાની ઘટનાઓમાં સ્પષ્ટ વધારો થયો છે. છેલ્લા લગભગ એક મહિનામાં 11થી 12 હિંદુઓની આવી જ રીતે હત્યા થવાની ઘટનાઓ સામે આવી છે. ઉસ્માનના મૃત્યુ બાદ સૌપ્રથમ દીપુ દાસ નામના હિંદુ યુવકની હત્યા કરવામાં આવી હતી, અને ત્યારબાદ સતત હિંદુઓ પર હુમલા, મારપીટ અને હત્યાના કેસો સામે આવી રહ્યા છે. આ ઘટનાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક હિંદુ સમુદાયમાં ભય અને અસુરક્ષાની ભાવના વધુ ઘેરી બની રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom