પાવન મા નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનું ભરૂચ જિલ્લામાં સતત આગમન થઈ રહ્યું છે. 3 હજાર કિમી લાંબી નર્મદા પરિક્રમાના પ્રથમ તબક્કાનો મહત્વપૂર્ણ ભાગ વમલેશ્વરથી મીઠી તલાઈ આશ્રમ સુધીની મુસાફરી છે, જે પરિક્રમાવાસીઓ બોટ દ્વારા પૂર્ણ કરે છે.
હાંસોટ નજીક આવેલા વમલેશ્વર ઘાટથી પરિક્રમાવાસીઓને ખાસ બોલાવવામાં આવેલી વલસાડની દરિયાઈ માછીમારી બોટમાં બેસાડવામાં આવે છે, કારણ કે નર્મદાનાં આ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ અને ઊંડાણને ધ્યાનમાં રાખીને વધુ મજબૂત બોટની જરૂર પડે છે. વમલેશ્વરથી મીઠી તલાઈ સુધીની યાત્રા બે કલાક જેટલો સમય લે છે અને હાલ બંને સ્થળો વચ્ચે બોટના ત્રણ નિયમિત ફેરા ચાલે છે.
પરિક્રમાવાસીઓ પગપાળા આવતાં હોય તો ₹300 અને વાહનમાં આવતા હોય તો ₹500 જેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. વધતા પરિવાહન અને યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે, જેથી શ્રદ્ધા સાથે સલામતીનું સંતુલન જળવાઈ રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel