ક્રિકેટપ્રેમીઓની જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. ICCએ વર્લ્ડ કપ 2023નો પ્રોમો લોન્ચ કર્યો છે. પ્રોમોની ખાસ વાત એ છે કે બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાને તેમાં પોતાનો અવાજ આપ્યો છે. આ વીડિયોમાં શુભમન ગિલની સાથે ઘણા ક્રિકેટર્સ પણ જોવા મળી રહ્યા છે. આ સાથે ICCએ શાહરૂખ ખાનને વર્લ્ડ કપ 2023નો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કર્યો છે.
History will be written and dreams will be realised at the ICC Men's Cricket World Cup 2023 🏆
All it takes is just one day ✨ pic.twitter.com/G5J0Fyzw0Z
— ICC (@ICC) July 20, 2023
ICCએ બહાર પાડ્યો વર્લ્ડ કપ 2023નો પ્રોમો વીડિયો
વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર થોડા મહિના જ બાકી છે, આવી સ્થિતિમાં ભારતમાં પણ ટૂર્નામેન્ટનું પ્રમોશન ધીમે ધીમે વધી રહ્યું છે. ICCએ તેની આગામી ટુર્નામેન્ટ માટે એક પ્રોમો વીડિયો બહાર પાડ્યો છે. શાહરૂખે આ વીડિયોમાં વર્લ્ડ કપનું ખૂબ જ સરસ વર્ણન કર્યું છે. આ ટુર્નામેન્ટની ટેગલાઈન- ‘જસ્ટ નીડ વન ડે’ રાખવામાં આવી છે.
KKRના માલિક છે શાહરૂખ ખાન
બોલીવૂડના સૌથી પ્રખ્યાત એક્ટર્સમાંના એક શાહરૂખ ખાન IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા ક્રિકેટ સાથે સંકળાયેલા છે. આ વીડિયોમાં કિંગ ખાન સમજાવે છે કે ઈતિહાસ બનાવવા અને ઈતિહાસ બનવામાં માત્ર એક જ દિવસનો તફાવત છે. તે દિવસે જર્સી પહેરવામાં આવશે અને છાતી ગર્વથી પહોળી થશે.
ક્રિકેટ જગતના દિગ્ગજો સાથે એક શોટમાં દેખાયા
ગઈકાલે રાત્રે ICC દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં કિંગ ખાન ટ્રોફી સાથે ઉભો જોવા મળે છે. તેના આવવાથી ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે. વીડિયોમાં કેટલીક એવી ફોટોસ છે જે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભાગ લેનારી તમામ 10 ટીમોના ચાહકોને બતાવે છે. તે લહેરાતો ધ્વજ અને રાષ્ટ્રીય રંગ દર્શાવે છે. વીડિયોમાં 2019 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇઓન મોર્ગન, દિનેશ કાર્તિક, જોન્ટી રોડ્સ, મુથૈયા મુરલીધરન, શુભમન ગિલ અને જેમિમાહ રોડ્રિગ્સ સાથે આ એક શોટમાં ભારતીય ચાહકો સાથે ડાન્સ કરતા જોવા મળે છે.
અમદાવાદમાં 5 ઓક્ટોબરે શરુ થશે ટુર્નામેન્ટ
વીડિયોના અંતમાં શાહરૂખ ખાન કહે છે કે આ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ છે, જેનું અમે ક્યારેય સપનું જોયું, જેના માટે પ્રયત્ન કર્યો, જીવ્યો, તે આપણાથી એક દિવસ દૂર છે. ભારત ફરી એકવાર વિશ્વભરના ચાહકોના કાર્નિવલનું આયોજન કરવા જઈ રહ્યું છે. વર્ષ 2011ના વર્લ્ડ કપની જેમ આ વખતે પણ તે આપણા માટે શુભ રહેશે તેવી અપેક્ષા છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવા જઈ રહી છે.