Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું

શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું

ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી સગીર બહેનોને હિન્દુ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ બંને સગીર બહેનો ઉપર દુષ્કર્મ આચરતા પોલીસે બંને વિધર્મીઓ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો અને એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને હવસખોરોની ધરપકડ કરી હતી.

કાવી પંથકમાં રહેતા વાલીએ ગત તા.૯ સપ્ટેમ્બરની રાત્રે અજાણયા શખ્સો મારી બંને સગીર દીકરીઓનું અપહરણ કરી લઈ ગયા છે તેવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન તા.૧૩ના રોજ બંને સગીર બહેનોને પોલીસે શોધી કાઢી હતી. પોલીસે બંને બહેનોની પૂછપરછ કરતાં શાહરુખ પઠાણ તથા સાજીદ પટેલ બંને મુસ્લિમ કોમના હોવા છતાં પોતે હિંદુ છે તેમ એકે કિશન તથા બીજાએ સુનિલ તરીકે ખોટી ઓળખ આપી હતી અને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા હતાં.

બંને સગીર બહેનોનું અપહરણ કરનાર કિશન ઉર્ફે શાહરુખ ઐયુબ પઠાણ તથા સુનિલ ઉર્ફે સાજીદ શબ્બીર પટેલ (બંને રહે.શનિયાનો વડ, નવીનગરી, જંબુસર)એ બંને બહેનોનું અપહરણ કરી બંને પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે બંનેની ઘરપકડ કરી પોલીસે બંનેના વધુ પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.