Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

ચીનને ઝટકો ! હવે TATA બનાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’ iPhone, 1000 કરોડમાં થઈ ડીલ

ચીનને ઝટકો ! હવે TATA બનાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’ iPhone, 1000 કરોડમાં થઈ ડીલ

 

વેલ, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ બધાની સામે છે, આવી સ્થિતિમાં જો ભારત પોતાના દેશમાં સૌથી વધુ પસંદ કરાયેલા iPhoneનું ઉત્પાદન શરૂ કરે છે તો ચીનને ચોક્કસપણે આંચકો લાગશે, હકીકતમાં ભારતીય કંપની ટાટા હવે દેશમાં જ આઇફોનનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે આજે જાહેરાત કરી છે કે ટાટા જૂથ અઢી વર્ષમાં સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે ભારતમાં Apple iPhoneનું ઉત્પાદન શરૂ કરશે. ત્યારે આ ભારત અને ભારતીયો માટે ખુબ મોટી વાત છે.

દરમિયાન ડીલ થઈ હતી

મતલબ કે અઢી વર્ષમાં કંપની મેડ ઈન ઈન્ડિયા આઈફોનનું ઉત્પાદન શરૂ કરી દેશે. ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) એ વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડને $125 મિલિયન (લગભગ રૂ. 1000 કરોડ)માં ખરીદ્યું છે. આ કંપનીઓ વચ્ચે ગયા વર્ષથી આ ડીલ પર વાતચીત ચાલી રહી હતી. જેને આખરે આજે મંજુરી આપવામાં આવી છે.આ મંજૂરીની સાથે જ કંપની થોડા સમયમાં કામગીરી શરુ કરી દેશે.

 

ટાટાનો બનેલો આઇફોન અઢી વર્ષમાં પ્રવેશ કરશે

વિસ્ટ્રોન વર્ષ 2008માં ભારતમાં આવી હતી, આ કંપનીએ વર્ષ 2017માં Apple માટે iPhone બનાવવાની શરૂઆત કરી હતી. આ પ્લાન્ટમાં જ iPhone 14 મોડલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીં 10,000 થી વધુ કામદારો કામ કરે છે, ટાટા કંપનીએ આ પ્લાન્ટ ખરીદીને પ્રશંસનીય કામ કર્યું છે.

ટાટાએ વિસ્ટ્રોનને દરવાજો બતાવ્યો

હવે ટાટાએ આ કંપનીને ખરીદી લીધા બાદ વિસ્ટ્રોન ભારતીય બજારમાંથી બહાર થઈ ગઈ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિસ્ટ્રોન કંપની સિવાય પેગાટ્રોન અને ફોક્સકોન પણ ભારતમાં આઈફોનનું ઉત્પાદન કરે છે. હવે ભારતીય કંપની ટાટાએ પણ આ યાદીમાં પ્રવેશ કર્યો છે.

ટાટા ગ્રુપ સાથે વિસ્ટ્રોન ફેક્ટરી હસ્તગત કરવાના સોદાને મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી આપતાં ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટાટા ગ્રુપને અભિનંદન પાઠવ્યા છે. આ ડીલ બાદ ટાટા ગ્રુપ અઢી વર્ષમાં ઘરેલુ અને વૈશ્વિક બજારો માટે ભારતમાં Apple iPhoneનું ઉત્પાદન કરશે.

ટાટાએ એપલના સપ્લાયર વિસ્ટ્રોનની ફેક્ટરી ખરીદી છે. આ તાઈવાનની કંપનીને ખરીદીને ટાટા આગામી અઢી વર્ષમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કરશે. ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) એ વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડને $125 મિલિયન એટલે કે લગભગ રૂ. 1000 કરોડમાં ખરીદી છે. બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.