click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ
Gujarat

ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ

ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના 8 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત તો હિમાચલ પ્રદેશમાં 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

Last updated: 2024/02/27 at 3:56 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તેના 8 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાથે હિમાચલમાં પણ ક્રોસ વોટિંગ જોવા મળી રહ્યું છે.

Contents
સપાના કયા ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું?હિમાચલ પ્રદેશમાં 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુંસુખવિંદ સિંહ સુખુએ જીતનો દાવો કર્યોસપાના ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં મતદાન કરશેકર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું ?

સપાના કયા ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું?

ઉત્તરપ્રદેશમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક મતદાન કરવા માટે 8 બળવાખોર સપા ધારાસભ્યોને તેમની સાથે લઈ ગયા હતા. સપાના ધારાસભ્યો રાકેશ પ્રતાપ સિંહ, રાકેશ પાંડે, અભય સિંહ, મનોજ પાંડે, પૂજા પાલ, વિનોદ ચતુર્વેદી, મહારાજી પ્રજાપતિ અને આશુતોષ મૌર્યએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. એવું માનવામાં આવે છે કે, ભાજપના આઠમા ઉમેદવાર સંજય સેઠને 26-28 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળી શકે છે જ્યારે સપાના ઉમેદવારને એકંદરે માત્ર 20 વોટ મળવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર સંજય સેઠની જીત લગભગ નિશ્ચિત છે.

#WATCH | Lucknow: On Rajya Sabha elections, Samajwadi Party chief Akhilesh Yadav says, " Not everybody has the guts to stand against the Government…pressure is put on everybody, is there anyone who doesn't know that BJP would go to any extent to win. BJP was dishonest during… pic.twitter.com/WFxqpQzeRc

— ANI (@ANI) February 27, 2024

હિમાચલ પ્રદેશમાં 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેના કારણે અહીંના રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હિમાચલમાં રાજ્યસભાની એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનું કહેવું છે કે અમે ચૂંટણીને રસપ્રદ બનાવી છે. તેમણે દાવો કર્યો હતો કે હું જીતતાની સાથે જ કોંગ્રેસની સરકાર પડી જશે. આ દરમિયાન મહાજને સીએમ સુખુ પર પણ જોરદાર નિશાન સાધ્યું. વિધાનસભામાં સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરાશે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે હર્ષ મહાજનને ઉમેદવાર બનાવ્યા છે.

#WATCH | Shimla | On rumors of cross-voting in Rajya Sabha elections, Himachal Pradesh minister & Congress leader Vikramaditya Singh says "…As far as I am concerned, my conscience is clear." pic.twitter.com/MPLqHf795x

— ANI (@ANI) February 27, 2024

સુખવિંદ સિંહ સુખુએ જીતનો દાવો કર્યો

મતદાન બાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે તમામ ધારાસભ્યોએ પાર્ટીની વિચારધારા પર મત આપ્યો છે. પાર્ટી સંપૂર્ણ રીતે એક થઈ ગઈ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો સરકારની સાથે છે. તેમણે કહ્યું કે વિપક્ષ ભાજપ પૈસાના વિવેકની વાત કરે છે, કારણ કે ભાજપ પાસે વિવેક નથી, પૈસો તેમનો અંતરાત્મા છે. જો કોઈ પક્ષની વિચારધારા વિરુદ્ધ મત આપે તો સોદાબાજી થવાની શક્યતા રહે છે.

#WATCH | On rumours of cross-voting in Rajya Sabha elections by ST Somashekar, BJP MLA Basanagouda R Patil (Yatnal) says, "Sometimes such things happen. The party had given clear direction to vote for BJP-JD(S) candidates." pic.twitter.com/k2irbnfpEK

— ANI (@ANI) February 27, 2024

 

સપાના ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં મતદાન કરશે

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં મતદાન કરશે. જો કે કેટલાક લોકો નારાજ હોઈ શકે છે, પરંતુ કોઈપણ ધારાસભ્ય પાર્ટીની વિચારધારાથી ભટકીને પોતાનો મત નહીં આપે. તેમણે કહ્યું કે, ભાજપે ઉમેદવારોને જોઈને સરકારને મુશ્કેલીમાં મુકવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે, પરંતુ સરકાર પોતાની બહુમતી સ્થાપિત કરશે અને નારાજ લોકો વિશે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. સરકાર પાસે હજુ ઘણો સમય બાકી છે. બધાને સાથે લેવા પડશે.

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું ?

કર્ણાટકમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપના ધારાસભ્ય એસટી સોમશેખરે ક્રોસ વોટિંગ કર્યું છે. જોકે ભાજપના ધારાસભ્ય બસનાગૌડા આર પાટીલ (યતનાલ)એ કહ્યું કે, કેટલીકવાર આવી વસ્તુઓ થાય છે. પાર્ટીએ BJP-JD(S) ઉમેદવારોને મત આપવા સ્પષ્ટ સૂચના આપી હતી.

You Might Also Like

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી

મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

TAGGED: Akhilesh Yadav, Cross-voting, INDIA Coalition, RAJYA SABHA, Rajya Sabha elections

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 27, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેન હવે આ ગુજરાતીની સલાહ લેશે, જાણો કોણ છે નિમિષ પટેલ?
Next Article રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કેમ નિષ્ફળ રહ્યું? ભારતે કરી ફેરફારની માંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
Gujarat મે 17, 2025
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
Gujarat મે 17, 2025
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
Gujarat મે 17, 2025
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?