મહાશિવરાત્રી પ્રસંગે જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધના પ્રારંભ થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે પાઠાત્મક મહારુદ્ર આયોજન થયું છે.
સનાતન ધર્મનાં આરાધ્ય દેવ શિવજીના પર્વ મહાશિવરાત્રી પ્રસંગે મંગળવારથી જાળિયા સ્થિત શિવકુંજ આશ્રમમાં શિવ આરાધનાનો પ્રારંભ થયેલ છે. અહી સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ભૂદેવો દ્વારા પૂજન ઉપાસના ચાલી રહી છે.
દર વર્ષની માફક મહાશિવરાત્રી પર્વ પ્રસંગે વિશ્વાનંદ માતાજીનાં સંકલન સાથે પાઠાત્મક મહારુદ્ર આયોજન થયું છે. આશ્રમમાં મહાપ્રસાદ અને સત્સંગ સાનિધ્ય મળી રહ્યું છે. આગામી શનિવારે શિવરાત્રી આરાધના ઉજવણી સાથે જાળિયા ગામમાં ગામ ધુમાડા બંધ સાથે સમૂહ પ્રસાદ રાખવામાં આવેલ છે. ગાય માટે ઘાસ અને કૂતરા માટે લાડવા એમ મૂંગા પશુઓ માટે સેવાકાર્ય થનાર છે. આસપાસનાં પંથકનાં ભાવિકો અને ગ્રામજનો ભક્તિભાવ સાથે લાભ લઈ રહ્યા છે.