એનઆઇએએ 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ ધડાકા કેસમાં તપાસને વધુ ગતિ આપતાં વધુ એક મહત્વપૂર્ણ આરોપી શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના ધૌજ વિસ્તારનો રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી અને સ્યુસાઇડ બૉમ્બર ઉમર ઉન નબીે ધડાકા પહેલાં શોએબનો સંપર્ક કર્યો હતો અને શોએબે તેને આશરો આપ્યો હતો. માત્ર આશ્રય જ નહીં, પરંતુ તેણે ઉમરને લોજિસ્ટિકલ સપોર્ટ અને અન્ય જરૂરી સહાય પણ પૂરી પાડી હતી, જે આખા ષડયંત્રનો મહત્વપૂર્ણ ભાગ હતો.
The National Investigation Agency (NIA) has arrested a Faridabad resident for harbouring terrorist Umar Un Nabi immediately before the Delhi terror bomb blast.
Soyab of Dhauj, Faridabad (Haryana) is the 7th accused to be arrested in the case. NIA investigations have revealed…
— ANI (@ANI) November 26, 2025
આ કેસમાં શોએબ સાતમો આરોપી છે, જ્યારે અગાઉ 6 અન્ય આરોપીઓને એનઆઇએ પકડી ચૂકી છે. પ્રાથમિક તપાસમાં એ પણ ખુલ્યું છે કે શોએબને ઉમરના આતંકી પ્લાન વિશે જાણકારી હતી અને છતાં પણ તેણે તેને મદદ કરી હતી. ઉમર ધડાકા પહેલા ઘણા દિવસો સુધી છુપાઈને શોએબના સંપર્કમાં હતો.
એનઆઇએએ શોએબને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. હવે એજન્સી તેને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીયલ રિમાન્ડ મેળવવાની તૈયારીમાં છે, જેથી ધડાકા પાછળના વધુ ષડયંત્રકારો, ફાઇનાન્સિંગ મોડ્યુલ અને નેટવર્ક વિશે મોટાં ખુલાસા મળી શકે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે શોએબ કોઈ મોટા ગેંગ અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલો હતો કે નહીં.
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel