કેન્દ્ર સરકારે આજે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વારા આની જાહેરાત કરી હતી. મોદી સરકારના આ નિર્ણય બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ લખ્યું, ‘સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં 5 બેઠકો થશે. અમૃતકાળ દરમિયાન સંસદના આ વિશેષ સત્રમાં અર્થપૂર્ણ ચર્ચા થવાની અપેક્ષા છે.
Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament.
ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2
— Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે, આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા રાજકારણમાં અલગ-અલગ ઘટનાઓ જોવા મળી રહી છે. એક તરફ 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક થઈ રહી છે, તો બીજી તરફ મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
ભારત સરકાર આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહી છે, જેમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે સ્વતંત્રતા દિવસથી લઈને સંસદ સત્ર સુધી દરેક જગ્યાએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર મુદ્દો સંપૂર્ણ રીતે છવાયેલો રહ્યું હતું, જ્યારે વિપક્ષ દ્વારા મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. મણિપુરના મુદ્દે જ વિપક્ષો આ પ્રસ્તાવ લાવ્યા હતા, જેને સંસદમાં ધ્વનિ મતથી પરાજય મળ્યો હતો. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ બંને તરફથી એકબીજા પર જોરદાર પ્રહારો કરવામાં આવ્યા હતા.