પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ નવી સરકારે સત્તા સંભાળતાં જ મોટા વહીવટી અને નીતિગત નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નિર્ણય ‘Detect, Delete and Deport’ (ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટ) પોલિસી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી દ્વારા જાહેર કરાયેલી આ નીતિ હવે જમીન સ્તરે અમલમાં મૂકાઈ રહી છે, જેનો સીધો અસર સરહદી વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.
What is ‘Detect, Delete, Deport’ Policy?
આ નીતિ ત્રણ તબક્કામાં કામ કરે છે:
- Detect (ઓળખ): ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ
- Delete (હટાવવું): મતદાર યાદી અને સરકારી લાભોમાંથી નામ દૂર કરવું
- Deport (દેશનિકાલ): કાયદાકીય રીતે દેશ બહાર મોકલવું
રાજ્ય પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને જિલ્લા તંત્ર દ્વારા દસ્તાવેજોની કડક ચકાસણી શરૂ થઈ ગઈ છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને નિવાસ પુરાવાનો સમાવેશ થાય છે.
સરકારે સરહદી જિલ્લાઓમાં વિશેષ અભિયાન શરૂ કર્યું છે. ઓળખાયેલા શંકાસ્પદ લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આવી રહ્યા છે અને તેમને સરકારી યોજનાઓમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા BSFને બોર્ડર ફેન્સિંગના બાકી કામ માટે જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
આ નીતિ અમલમાં મૂકવા માટે 23 મે 2026ના રોજ રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને ‘હોલ્ડિંગ સેન્ટર’ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. આ સેન્ટરોમાં શંકાસ્પદ વિદેશીઓને વધુમાં વધુ 30 દિવસ સુધી રાખી શકાય છે, જ્યાં તેમની નાગરિકતા ચકાસવામાં આવશે.
માલદા અને મુર્શિદાબાદ જેવા વિસ્તારોમાં આ સેન્ટરો કાર્યરત થઈ ગયા છે.
આ નીતિ અને સરકારના કડક વલણને કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ભયનું વાતાવરણ છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના હકીમપુર બોર્ડર પર સેંકડો લોકો એકઠા થઈ ગયા છે. ઘણા લોકો ધરપકડના ડરથી સ્વૈચ્છિક રીતે BSF સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યા છે.
આ પગલાં સામે તૃણમૂલ કોંગ્રેસે અગાઉ વિરોધ કર્યો હતો, પરંતુ હવે નવી સરકાર વોટબેન્ક પોલિસીને તોડવા કડક કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ બાંગ્લાદેશ તરફથી પણ આ મુદ્દે પ્રતિસાદ આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2014 પહેલા ધાર્મિક ઉત્પીડનથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓ પર આ નીતિ લાગુ નહીં થાય. આ કાર્યવાહી માત્ર ગેરકાયદેસર રીતે આવેલા લોકો સામે જ કરવામાં આવી રહી છે.
સરકારનું માનવું છે કે રાજ્યના સંસાધનો પર પ્રથમ હક કાયદેસરના નાગરિકોનો છે. આથી ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel