પાકિસ્તાનનાં કબ્જામાં રહેલ PoK માં વધતી જતી મોંઘવારી અંગે લોકોમાં ગુસ્સો ચરમસીમાએ છે. ત્યાંના હિંસક દેખાવોએ પાકિસ્તાન સરકારને ઘૂંટણિયે લાવી દીધી છે. શાહબાઝ શરીફ સરકારે પીઓકે માટે તાત્કાલિક અસરથી 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સ્થાનિક સરકારે વીજળીના દર અને બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પીઓકેમાં હાલમાં પણ સ્થિતિ તંગ છે. શુક્રવારથી આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. સોમવારે સતત ચોથા દિવસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. જેમાં બે વિરોધીઓ અને એક એસઆઈનો સમાવેશ થાય છે. રવિવારે થયેલી અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Deeply concerned about the situation in AJK.
Unfortunately in situations of chaos and dissent there are always some who rush in to score political points. While debate, discussion and peaceful protests are the beauties of democracy , there should be absolutely no tolerance for…
— Shehbaz Sharif (@CMShehbaz) May 12, 2024
છેલ્લા ચાર દિવસથી PoKમાં સામાજિક કાર્યકરો, વેપારીઓ અને વકીલો દ્વારા રચાયેલી સંયુક્ત અવામી એક્શન કમિટીએ આવશ્યક ચીજવસ્તુઓની વધતી કિંમતો અને ટેક્સમાં વધારા સામે રાજધાની મુઝફ્ફરાબાદ સુધી કૂચનું આહ્વાન કર્યું છે. સોમવારે પણ લાખો વિરોધીઓએ મુઝફ્ફરાબાદ તરફ તેમની લોંગ માર્ચ ચાલુ રાખી હતી. કૂચને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેના કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. રવિવારે ભીડમાંથી કોઈએ પોલીસ એસઆઈ અદનાન કુરેશીની ગોળી મારીને હત્યા કરી હતી. આ અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. અત્યાર સુધીમાં બે વિરોધીઓના પણ મોત થયા છે.
#WATCH | Major unrest in Pakistan-occupied Kashmir's (PoK) Muzaffarabad due to clashes between protestors and authorities.
This comes amid a wheel-jam strike that is continuing for the fourth consecutive day in Pakistan-occupied Kashmir (PoK).
The Awami Action Committee called… pic.twitter.com/sEvFQvbmPv
— ANI (@ANI) May 14, 2024
પાકિસ્તાન સરકારે 23 અબજ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે
ભીમ્બરથી પ્રદર્શનકારીઓનો કાફલો સોમવારે દિરકોટથી મુઝફ્ફરાબાદમાં પ્રવેશ્યો હતો. આ પ્રદર્શનકારીઓ મુઝફ્ફરાબાદમાં વિધાનસભાનો ઘેરાવ કરશે. પીઓકેમાં ચોથા દિવસે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ રહી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પ્રદર્શનકારીઓને શાંત કરવા સક્રિય બન્યા છે. શાહબાઝે સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોમવારે વિરોધીઓ અને સ્થાનિક સરકાર સાથેની વાતચીત બાદ તેમણે પીઓકે માટે તાત્કાલિક અસરથી રૂ. 23 અબજનું બજેટ મંજૂર કર્યું હતું.
પાકિસ્તાન સરકારે તાત્કાલિક બેઠક બોલાવી, લીધો મોટો નિર્ણય
વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને વડા પ્રધાન શરીફે સોમવારે એક વિશેષ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હક, સ્થાનિક પ્રધાનો અને ટોચના નેતૃત્વએ હાજરી આપી હતી. વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું, કે પીઓકેના લોકોની સમસ્યાઓના ઉકેલ માટે વડાપ્રધાન શરીફે 23 અબજ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ બેઠકમાં ગઠબંધન પક્ષોના મંત્રીઓ અને નેતાઓએ પણ ભાગ લીધો હતો અને સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
#WATCH | UK: United Kashmir People’s National Party (UKPNP) organised a protest outside the Pakistani consulate in Bradford, United Kingdom, in solidarity with the major unrest in Pakistan-occupied Kashmir's (PoK) Muzaffarabad due to clashes between protestors and authorities.… pic.twitter.com/e4czK2S112
— ANI (@ANI) May 14, 2024
PoKમાં વીજળીથી લઈને બ્રેડના ભાવમાં ઘટાડો
શાહબાઝ શરીફ સાથેની બેઠક પૂરી થયા પછી તરત જ પીઓકેના વડા પ્રધાન હકે વીજળીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, સ્થાનિક રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી સસ્તી વીજળી અને લોટ પર સબસિડીની માંગ કરી રહ્યા છે. ત્યારે કોઈ સુલભ વીજળી અને સસ્તા લોટની જરૂરિયાતને અવગણી શકે નહીં. તેમણે બ્રેડના ભાવમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
રાષ્ટ્રપતિએ લોકોને સંયમ રાખવા અપીલ કરી હતી
વિરોધ પ્રદર્શનને શાંત કરવા માટે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તમામ લોકોને સંયમ રાખવા અને વાતચીત અને પરસ્પર પરામર્શ દ્વારા મુદ્દાઓને ઉકેલવા વિનંતી કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય પક્ષો, રાજ્ય સંસ્થાઓ અને પ્રદેશના લોકોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. જેથી દુશ્મનો તેમના પોતાના ફાયદા માટે પરિસ્થિતિનો લાભ ન લઈ શકે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે વડાપ્રધાન શરીફ સાથે વાતચીત કરશે. રાષ્ટ્રપતિએ વર્તમાન પરિસ્થિતિ પર ખેદ વ્યક્ત કર્યો અને પોલીસ અધિકારીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. અથડામણમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.