જામનગરમાં ઈદના જુલૂસ દરમિયાન લગાવવામાં આવેલા ભડકાઉ ધાર્મિક નારાઓ અને તલવારવાળા ઝંડા ફરકાવવાની ઘટનાએ તણાવનું વાતાવરણ સર્જ્યું છે. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસે સ્વયં ફરિયાદી બનીને (suo moto) ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ અનુસાર, આ ઘટના 4 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે આશરે 7 વાગ્યે દરબાર ગઢ વિસ્તારમાં ઈદના જુલૂસ દરમિયાન બની હતી. જુલૂસ દરમિયાન કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ ‘સર તન સે જુદા’, ‘અલ્લાહુ અકબર’ અને ‘લબ્બૈક યા રસુલલ્લાહ’ જેવા નારા લગાવ્યા હતા. આ ઉપરાંત, જુલૂસમાં તલવારના ચિહ્નો અને અરબી લખાણવાળા લીલા-સફેદ રંગના ઇસ્લામી ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાના વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી. PSI વીઆર ગામેતી દ્વારા દાખલ કરાયેલ FIRમાં સ્પષ્ટપણે લખાયું છે કે આ કૃત્ય જાહેર શાંતિ ભંગ કરવા અને કોમી વૈમનસ્ય ફેલાવવા માટે કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ઈરાદાપૂર્વક એવા નારા લગાવ્યા કે જેના કારણે બે સમુદાયો વચ્ચે દ્વેષ અને નફરત ફેલાય અને લોકોમાં ભયનું વાતાવરણ સર્જાય. FIRમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપીઓએ ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ધર્મ, જાતિ, ભાષા અને કોમના આધારે દુશ્મનાવટ અને હિંસા પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196(1)(a) (ધાર્મિક ભાવનાઓ ભડકાવવી), 196(1)(b) (કોમી દ્વેષ ફેલાવવો), 353(1)(b) (જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવી), અને 351(3) (ધમકી અને હિંસાત્મક ઉશ્કેરણી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસએ વિડિઓ પુરાવાના આધારે 7 આરોપીઓની ઓળખ કરી અને તેમને ઝડપ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ છે:
- મોહસીનખાન સલીમખાન પઠાણ
- બિલાલ હાસમભાઈ નોયડા
- ઈમરાન સિદ્દિકભાઈ કુરેશી
- યુનુસ હારુન કુરેશી
- સાહિલ નોયડા
- અલ્તાફ શેખ
- સાહિલ બઉદ્દીન બેલીમ
પોલીસે જણાવ્યું છે કે હાલ આ તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે, અને અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે તપાસ ચાલુ છે. અધિકારીઓએ વધુ માહિતી આપવાનું ટાળ્યું છે, પરંતુ વિશ્વસનીય સૂત્રો મુજબ, તપાસ ટીમે વાયરલ થયેલા વિડિઓઝના ટેકનિકલ વિશ્લેષણ અને ફોરેન્સિક ચકાસણી પણ શરૂ કરી છે.
પોલીસે આ ઘટનાને ગંભીર ગણાવી છે કારણ કે તે જાહેર વ્યવસ્થા, ધાર્મિક સહઅસ્તિત્વ અને સામાજિક સમરસતા માટે ખતરો સર્જે છે. જામનગર પોલીસનો દાવો છે કે આવનારા સમયમાં આવા તત્વો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવશે, જેથી કોઈ સમુદાય અથવા જૂથ જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ન કરી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel