ગળામાં કંઇક અટવાયું હોય એવું લાગવું, દુખાવો થવો, ગળુ ખેચાવું કે વારંવાર શુષ્ક પડી જવુ એ ગળુ ખરાબ થવાના લક્ષણો છે. બદલાતા હવામાનમાં ગળાની આ સમસ્યાઓ વધુ જોવા મળે છે. જેમ જેમ શિયાળો શરૂ થઈ રહ્યો છે તેમ તેમ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધવા લાગી છે.
જો તમને પણ શરદીના કારણે ગળામાં દુખાવો થઈ ગયો છે અને તમે અનેક ઉપાયો કરીને થાકી ગયા છો, તો અહીં આપેલા કેટલાક ઘરેલું ઉપચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ ઉપાયો અજમાવવા સરળ છે અને તેની અસર પણ ઝડપથી જોવા મળે છે.
ગળું દુખતું હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને ગાર્ગલ કરો. સારી અસર માટે, તમે હર્બલ પાણી તૈયાર કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તમે ગરમ પાણીમાં મેથી નાખીને ગાર્ગલ કરી શકો છો, તુલસીના પાનને પાણીમાં નાખી શકો છો અથવા હળદરના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
આદુની દૂધની ચાને બદલે આદુની હર્બલ ચા ગળા પર સારી અસર કરે છે. આ આદુની ચા બનાવવા માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને આગ પર મૂકો. આ પાણીમાં આદુનો ભૂકો નાખીને પકાવો. જ્યારે પાણી ઉકળે અને ઓછું થાય ત્યારે તેને એક કપમાં ગાળી લો. આ ચામાં મધ ઉમેરીને પીવો. તમને ગળાના દુખાવામાં રાહત મળશે.
લવિંગ બે લાકડીને મોંમા રાખી ચૂસીને તેનો રસ ધીમે ધીમે ગળામાં ઉતારવાથી ફાયદો થાય છે. લવિંગ ચાવવાથી ગળાની સમસ્યામાં રાહત મળે છે. જો તમે ઈચ્છો તો લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી પી શકો છો. હળવાશ અનુભવો.