Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 28°C

નવરાત્રિ પર્વ નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા ‘સાધના અને નવરાત્રિના મહત્ત્વ’ પર વિશેષ પ્રવચન સંપન્ન!

નવરાત્રિ પર્વ નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા ‘સાધના અને નવરાત્રિના મહત્ત્વ’ પર વિશેષ પ્રવચન સંપન્ન!

૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રે ૮:૦૦ દરમિયાન પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક ગાંધીનગરમાં ‘સનાતન સંસ્થા’ દ્વારા એક વિશેષ આધ્યાત્મિક પ્રવચનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૫૪ જેટલા જિજ્ઞાસુ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને વક્તવ્યનો લાભ ઉઠાવ્યો હતો.

આ પ્રવચનમાં સનાતન સંસ્થાના સાધક શ્રી ચંદ્રશેખર કદ્રેકર અને શ્રીમતી રુચિ રાજપુરોહિત દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને અત્યંત પ્રસ્તુત અને મહત્ત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

“આનંદી જીવન માટે અધ્યાત્મ અને આપત્કાળની દૃષ્ટિએ સાધનાનું મહત્ત્વ” વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વર્તમાન સમયની તણાવગ્રસ્ત પરિસ્થિતિઓ અને ભવિષ્યના આપત્કાળનો સામનો કરવા માટે દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના કેટલી આવશ્યક છે, તે વિશે ગહન છતાં સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, “નવરાત્રિનું અધ્યાત્મ શાસ્ત્રીય મહત્ત્વ અને ધાર્મિક કૃતિ – તિલક લગાવવું” વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માતાજીની ઉપાસનાના પર્વ નવરાત્રિ પાછળનું શાસ્ત્રીય વિજ્ઞાન અને હિંદુ ધર્મમાં કપાળ પર તિલક કરવાના વૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક ફાયદાઓ વિશે જિજ્ઞાસુઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત ૫૪ શ્રોતાઓને ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન સંસ્થાના સાધકો દ્વારા અત્યંત શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું.

આપની વિનમ્ર,
એડ. (શ્રીમતી) ઋચા સુળે
સનાતન સંસ્થા,
ગુજરાત સંપર્ક : ૯૯૧૩૦૬૨૦૧૪

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gandhinagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.