Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

‘પઠાન’, ‘જવાન’ બાદ હવે SRKની ફિલ્મ ‘Dunki’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે, બોલિવુડના આ દિગ્ગજ એક્ટરે કર્યો દાવો

‘પઠાન’, ‘જવાન’ બાદ હવે SRKની ફિલ્મ ‘Dunki’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે, બોલિવુડના આ દિગ્ગજ એક્ટરે કર્યો દાવો

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા શાહરૂખ ખાન તેમની આગામી ફિલ્મ ‘ડંકી’ને કારણે ચર્ચામાં છે. કિંગ ખાને સૌથી પહેલા પઠાન બનીને બોક્સઓફિસ પર જલવો દેખાડ્યો અને જવાનનો જાદુ છવાઈ જતા હવે એસઆરકે, ઈઝ બેકના નારા લગાવવામાં વી રહ્યા છે. ફેમ્સ ખૂબ જ આતુરતાથી હિરાનીની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા બોમન ઈરાનીએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બોમન ઈરાનીએ પણ આ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવ્યું છે.

ફિલ્મ ‘ડંકી’ બાબતે દિગ્ગજ અભિનેતાનું નિવેદન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોમન ઈરાની મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. બોમન ઈરાનીએ આ ઈવેન્ટમાં ફિલ્મ ‘ડંકી’ નિવેદન આપ્યું છે કે, ફિલ્મ ‘પઠાન’ અને ‘જવાન’ની સફળતા બાદ શાહરૂખ માટે આ ‘હેટ્રિક’ હશે. બોમન ઈરાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ફિલ્મ ‘ડિંકી’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે.

હિરાની અને શાહરૂખ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે

ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. દર્શકને ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાનીની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ, 3 ઈડિયટ્સ, સંજુ ખૂબ જ પસંદ આવી હતી. દર્શકો રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાનને સાથે કામ કરતા જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

અભિનેતા વિક્કી કૌશલનો કેમિયો

ફિલ્મ ‘ડંકી’માં શાહરૂખ ખાન અને તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ ફિલ્મ ‘ડંકી’માં કેમિયો કરશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ જોવા મળશે. રાજકુમાર હિરાની, અભિજાત જોશી અને કનિકા ઢિલ્લને ફિલ્મની કહાની લખી છે. ફિલ્મ ‘ડંકી’ 22 ડિસેમ્બરે બોક્સઓફિસ પર રિલીઝ થશે.

https://www.youtube.com/watch?v=-9Ryi2_Hz2Y&t=2s

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.