ભાવનગર ની સ્વામી સહજાનંદ ગ્રુપ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ને મળી UGC ની સ્વીકૃતિ . ભાવનગર ની પ્રથમ ઓટોનોમસ કોલેજ જેને યુનિયન ગ્રાન્ટ કમિશન દ્વારા સ્વીકૃતિ મળેલ છે .
કેવી રીતે મળી સ્વીકૃતિ UGC દ્વારા ?
યુનિયન ગ્રાન્ટ કમિશન દ્વારા ૨૦૨૩ માં ગેજેટ બહાર પાડવામાં આવ્યું હતુ જેમા ઓટોનોમસ કોલેજ માટે ના માપદંડો તૈયાર કરવામાં આવ્યા હતા . દેશભરમાંથી UGC દ્વારા પોર્ટલ પર ઓટોનોમસ કોલેજો માટે લાયકાતો ધરાવતી કોલેજો પાસે થી અરજીઓ માંગવામાં આવી હતી . તેની સ્ક્રૂટિની કરવામાં આવી અને ત્યાર બાદ વિવિધ તબક્કાઓ માં નિરીક્ષણ કર્યા બાદ લાયકાત ધરાવતી કોલેજો ને સ્વાયત્તા આપવામાં આવી .
ઓટોનોમસ કોલેજ માટે શું માપદંડો ?
કોલેજ છેલ્લા ૧૦ વર્ષ થી કાર્યરત હોવી જોઈએ , UGC 2(f) હેઠળ આવતી હોય , NAAC ની ઓછામાં ઓછો B ગ્રેડ ધરાવતી હોય તેમજ સંસ્થાનુ IQAC મજબૂત હોય , ઈન્ફ્રાસ્ટ્રક્ચર , વિદ્યાર્થીઓ શિક્ષકો ને પ્રોપર રેશિયો , રિસર્ચ નુ યોગ્ય વાતાવરણ ઓટોનોમસ કોલેજ ની સ્વીકૃતિ લેવા માટે જરૂરી છે .
શું લાભ થશે સંસ્થા ને ?
UGC ના નોમેન કલેચરને ધ્યાને રાખી ને નવા નવા અભ્યાસક્રમો ઘડી શકશે . સંસ્થા પોતાની પ્રવેશ પ્રક્રિયા , ફી નું માળખું , પરીક્ષા અને પરિણામ સુધીની સ્વાયત્તા ભોગવી શકશે જ્યારે ડિગ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી દ્વારા આપવામાં આવશે . સંસ્થા ને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી કોઈ પણ જાત ની જોડાણ ફી ચુકવવાની રહેશે નહિ .
ઓટોનોમસ કોલેજ તરીકે કોલેજ એ શું કરવાનું રહશે ?
સ્વાયત્તા મળ્યા બાદ સંસ્થાએ રોજગારલક્ષી અભ્યાસક્રમો નું ઘડતર કરવું અને તેનું સમયાંતરે પુનઃ ગઠન કરવું , રિસર્ચ માટે નું કલ્ચર ઉભુ કરવુ અને તેના માટે જરૂરી વાતાવરણ પ્રદાન કરવું .
ટિચિંગ માટેના નવા નવા આયામો નું ઉપયોગ કરવો અને જરૂર પડે તો નવા અભ્યાસક્રમ ઉમેરવો .
સંસ્થા દ્વારા નવા અભ્યસ્ક્રમો ની સૂચિ
સર્ટિફિકેટ કોર્સ થી લઈને Ph.D ની ડીગ્રી સુધીમાં અભ્યક્રમો કોલેજ દ્વારા ૨૦૨૪-૨૫માં શરૂ કરવામાં આવશે તે
Bcom with Forensic Accounting, BFSI , BPO, Data Analytics તેમજ Fintech.
BSc with computer science, Data analysis,EMS .
MA with Clinical Physcology, oncology,
Mcom with Data Analytics
BCA with Cyber crime તેમજ MA , Mcom, MSc-IT ના વિવધ વિષયો માં અનુસ્નાતક ડીગ્રી
BA with english
આ ઉપરાંત ડિપ્લોમા ઈન પેઇન્ટિંગ, ફાઈન આર્ટ્સ , ટુરિઝમ ઇન્ડસ્ટ્રી , ડાયમંડ તેમજ મરીન સાયન્સ જેવા વિષયો નો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે .
SSCM ને સ્વાયત્ત કોલેજની સ્વીકૃતિ મળવાથી ભાવનગર તેમજ આજુબાજુના વિસ્તારમાં વિદ્યાર્થીઓને બહારગામ જવાની ફરજ નહી પડે અને ઘર આંગણે પોતાની રુચિ મુજબ કોર્સ માં આગળ વધી શકશે.