ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્ય ભરમાં આગામી 7 મે 2023નાં રોજ તલાટી-કમ મંત્રીની(Talati Exam) પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની જગ્યા પર ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન રવિવારે 12:30થી 13:30 કલાક દરમિયાન કરવામાં આવ્યુ છે. જેના પગલે એસ.ટી વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓના પરિવહન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તેમની માટે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે.
હેલ્પલાઇન પર ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત જણાવી શકશે
રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.તલાટી કમ મંત્રીની ભરતી માટે યોજાનારી પરીક્ષા અંગે એસ. ટી. તંત્રએ પહેલ કરી છે. એસ. ટી. દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. એસ. ટી. તંત્રની હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર ઉમેદવારો પોતાની બસની જરૂરિયાત જણાવી શકશે.
તલાટીની પરીક્ષાને જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે બસ અને ટ્રેનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.એસટી વિભાગ દ્વારા 619 બસ ફાળવવામાં આવી છે.
બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ પ્રવેશ મળશે
હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે ‘ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેન્દ્રની બહાર આવી શકે છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, ‘ઉમેદવારોએ બૂટ ચંપલ પરીક્ષા રૂમની બહાર કાઢીને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. તો પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ માહિતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે. સાથે જ તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
પરીક્ષા કેન્દ્રો પર વીડિઓગ્રાફી અને પોલીસના બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે
હસમુખ પટેલે માહિતી આપી હતી કે સિનિયર અધિકારીઓ આવતીકાલે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહેશે. ભૂતકાળમાં પરીક્ષા સમયે સંડોવાયેલા લોકો પર ચાંપતી નજર રહેશે. પરીક્ષા કેન્દ્રો પર વીડિઓગ્રાફી અને પોલીસના બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થશે.