આ દુનિયામાં સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર્સની કોઈ કમી નથી. ઘણીવાર ચાહકો તેમની મનપસંદ રમતને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચે છે. ક્રિકેટ હોય કે ફૂટબોલ, ચાહકોમાં દરેક રમતનો ક્રેઝ છે. ફૂટબોલ યુરો 2024 ક્વોલિફાયર દરમિયાન એક મોટી ઘટના બની છે. જેના કારણે આ મેચ અધવચ્ચે જ રદ્દ કરવી પડી હતી.
બેલ્જિયમ અને સ્વીડન વચ્ચેની મેચ
યુઇએફએ યુરો 2024 ક્વોલિફાઇંગ મેચ બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે બેલ્જિયમના કિંગ બાઉડોઇન સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમની અંદર ફૂટબોલ મેચ રમાઈ રહી હતી ત્યારે બહાર આતંકવાદી ઘટનાને કારણે બે લોકોના મોત થયા હતા. સોમવારે બે સ્વીડિશ નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે બાદ અફરા તફરી મચી ગઈ હતી.
મેચ રદ કરવામાં આવી
આ ઘટના પછી, UEFAએ બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે હાફ-ટાઇમ પર યોજાયેલી યુરો 2024 ક્વોલિફાયર ફૂટબોલ મેચ રદ કરી હતી. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. પરંતુ આ દરમિયાન ગોળીબારની ઘટના બની અને મેચ રદ્દ કરવી પડી હતી. આ ફાયરિંગમાં સ્વીડનના બે લોકોના પણ મોત થયા હતા.
ફાયરિંગથી ગભરાયા ફેન્સ
ફાયરિંગની ઘટના સ્ટેડિયમથી થોડાક જ કિલોમીટર દૂર બની હતી. જેમાં બે સ્વીડિશ નાગરિકોના મોતના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટના બાદ સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોમાં હંગામો મચી ગયો હતો. કેટલાક ચાહકો ડરી ગયા હતા.
I have just offered my sincere condolences to @SwedishPM following tonight’s harrowing attack on Swedish citizens in Brussels.
Our thoughts are with the families and friends who lost their loved ones.
As close partners the fight against terrorism is a joint one.
— Alexander De Croo 🇧🇪🇪🇺 (@alexanderdecroo) October 16, 2023
જ્યારે કેટલાક ચાહકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ ચાહકોને માત્ર સ્ટેડિયમમાં જ રહેવાની સલાહ આપી હતી. તેમણે ચાહકોને એક જગ્યાએ બેસાડી રાખ્યા હતા. સુરક્ષાના કારણોસર ચાહકો સાથે આ કરવું જરૂરી હતું.