Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

રાજ્યના કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે, ઉત્તરાખંડ સરકારનો આદેશ

રાજ્યના કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે, ઉત્તરાખંડ સરકારનો આદેશ

ઉત્તરાખંડ સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે આદેશ જારી કર્યો છે કે હવે રાજ્યના કર્મચારીઓ સવાર-સાંજ આરએસએસ શાખા અને અન્ય સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. આ સંદર્ભમાં જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આને રાજ્ય કર્મચારી આચાર નિયમો 2002નું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં. આ આદેશ અધિક મુખ્ય સચિવ આનંદ વર્ધન દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ આદેશ અધિક મુખ્ય સચિવ આનંદ વર્ધન દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આરએસએસના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની છૂટ માત્ર એવા સંજોગોમાં જ સરકારી કર્મચારીઓને માન્ય રહેશે, જ્યાં સુધી તે સરકારી ફરજો અને જવાબદારીઓમાં કોઈ અડચણ ઊભી ન કરે. એટલે કે, રાજ્યના કર્મચારીઓ સરકારી કચેરીના સમયગાળા પહેલા કે પછીના કાર્યક્રમોમાં જ ભાગ લઈ શકશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.