ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ છે કે અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. એવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશો વચ્ચે ચાલતા સંધર્ષને લઇ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, માનવીય જરૂરિયાતોને માટે જરૂરી વસ્તુઓની સપ્લાય પૂરી પાડવા ઇઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ થોડા સમય માટે યુદ્ધવિરામની ખૂબ જરૂર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ચૂંટણી પ્રચારના કાર્યકર્મ દરમિયાન આ વાતનો ઉલેખ્ખ કર્યો હતો.
અમેરિકાએ માનવીય સહાય માટે થોડા સમય વિરામની કરી વાત
ઈઝરાયેલે કરેલી જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક ટાપુની સાઈઝનો ગાઝા પટ્ટી વિસ્તાર ગંભીર માનવીય સંકટનો સમાનો કરી રહ્યું છે. આ મામલે અમેરિકાએ યુદ્ધવિરામ માટે હાકલ કરી નથી પરંતુ તેમણે લોકોને માનવીય સહાય મળે તે માટે યુદ્ધને રોકવાની વાત કરી હતી. ગાઝામાં ફસાયેલા હજારો વિદેશી નાગરિકો અને ઘણા ગંભીર રીતે ઘાયલ પેલેસ્ટિનિયનોને લગભગ ત્રણ અઠવાડિયાની ઘેરાબંધી બાદ ગાઝા છોડવાની મંજૂરી આપવામાં આવી હતી.
જો બાઈડેને એક ચૂંટણી પ્રચારની રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન એક મહિલાએ બૂમ પાડીને કહ્યું કે, રાષ્ટ્રપતિ, જો તમે યહૂદી લોકોનું ધ્યાન રાખતા હો, તો હું ઈચ્છું છું કે તમે યુદ્ધવિરામનું આહ્વાન કરો. જેના જવાબમાં બાઈડેન કહ્યું કે, હું પ્રદર્શનકારીઓની લાગણીને સમજુ છું. જ્યારે તેમને માનવીય ‘અલ્પ વિરામ’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અહીં ‘અલ્પ વિરામ’નો અર્થ છે ‘બંધકોને બહાર કાઢવા માટે સમય આપવો. 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર જોરદાર આતંકી હુમલો થયો તેની જવાબી કાર્યવાહીમાં ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો થઈ રહ્યો છે.