આજના 27 નવેમ્બરના ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી. ટ્રેડિંગની શરૂઆતથી જ બજારમાં સકારાત્મક મૂડ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 101 પોઈન્ટના વધારા સાથે 85,739 પર ખુલ્યો, જ્યારે નિફ્ટીએ માર્કેટ ખુલતા જ 26,236ના સ્તર પર પહોંચી તેના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો. સવારે 9:24 વાગ્યે બજારમાં વધુ તેજી જોવા મળતાં સેન્સેક્સ 270 પોઈન્ટ ઉછળી 85,900ની ઉપર પહોંચ્યો. સેન્સેક્સનો અત્યાર સુધીનો રેકોર્ડ 85,978 છે, જે તેણે લગભગ 15 મહિના પહેલા બનાવ્યો હતો, અને આજે તે રેકોર્ડથી ફક્ત થોડા પોઈન્ટ દૂર પહોંચી ગયો હતો.
નિષ્ણાતોના મતે, જો સકારાત્મક પ્રવાહ ચાલુ રહે, તો સેન્સેક્સ આજે જ નવું ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે. બીજી તરફ, નિફ્ટીએ 26,295.55 પર પહોંચીને નવો રેકોર્ડ બનાવી દીધો, જે તેની સપ્ટેમ્બર 2023ની અગાઉની ટોચ (26,277) કરતાં વધુ છે.
બજારમાં કુલ મળીને મજબૂત ખરીદી જોવા મળી હતી. BSEના ટોચના 30 શેરોમાંથી 19 શેરોમાં તેજી અને 11 શેરોમાં નરમાઈ જોવા મળી. બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ ટોચના ગેઇનર્સમાં રહ્યા, જ્યારે ઝોમેટો અને કોટક મહિન્દ્રા બેંકમાં દબાણ હતું. સેક્ટરવાઈઝ જોવામાં આવે, તો PSU બેંકો, FMCG અને તેલ-ગેસ સિવાયના તમામ ક્ષેત્રોમાં સારો ઉછાળો જોવા મળ્યો.
બ્રોડર માર્કેટમાં પણ તેજી જોવા મળી હતી, જેમાં 3,321માંથી 1,853 શેર ઉપર હતા. 85 શેર અપપર સર્કિટમાં અને 60 શેર 52-અઠવાડિયાના ઉચ્ચતમ ભાવ પર પહોંચ્યા. ટોપ ગેઇનર્સમાં ગણેશ હાઉસિંગ અને પટેલ એન્જિનિયરિંગ 10% થી વધુ ઉછળી, જ્યારે ટાટા ટેલી, જિલેટ ઈન્ડિયા, તેજસ નેટવર્ક્સ અને ટાટા પાવરમાં પણ સારો વધારો જોવા મળ્યો. સમગ્ર બજારમાં આજનો દિવસ રોકાણકારો માટે ખૂબ જ ઉત્સાહભર્યો અને નફાકારક રહ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel