ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હતી. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે.
કોમનવેલ્થ ગેમ્સની 100મી વર્ષગાંઠ અમદાવાદમાં
અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળતાં એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે.
Big Win for India. Ahmedabad formally awarded the hosting rights of the 2030 Commonwealth Games in Glasgow. Delegates of the 74 Commonwealth member nations have ratified India's 2030 bid at the Commonwealth Sport General Assembly. 🇮🇳 Congrats, @PTUshaOfficial @sanghaviharsh! pic.twitter.com/dKXm4pEToG
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 26, 2025
કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે: સી. આર. પાટીલ
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. તમામ ભારતીય માટે ખૂબ ગર્વની વાત છે. આપણા ત્યાંના ખેલાડીઓને પણ તક મળશે. દેશ-દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે, તે દરેક લોકો આંખે જોઈ શકશે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે. ગુજરાત યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી. કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે.
📣The 2030 Commonwealth Games will be hosted by Amdavad, India!!
At the Commonwealth Sport General Assembly in Glasgow, Commonwealth Games Northern Ireland was delighted to support the awarding of hosting rights for the 2030 Games to the city of Amdavad, India! pic.twitter.com/SDV3esnp1C
— Commonwealth Games Northern Ireland (@GoTeamNI) November 26, 2025
નવ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે
કોમનવેલ્થ સ્પોર્ટએ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે.
ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું
ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં 1951 અને 1982 એશિયન ગેમ્સ અને 2010ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું.
યજમાની માટે ભારતના પ્રયાસ
- 29 જાન્યુઆરી 2025: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક મળી
- 7 જૂન 2025: હર્ષ સંઘવી, પી ટી ઉષા અને કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓએ કોમનવેલ્થ સ્પોર્ટ્સના પદાધિકારીઓ સાથે લંડનમાં બેઠક કરી
- 27 ઓગસ્ટ 2025: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટે બિડ રજૂ કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી
- 29 ઓગસ્ટ 2025: ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા પ્રયોઝલ મુક્યું
- 23 સપ્ટેમ્બર 2025: નાયબ મુખ્યમંત્રી અને IOAના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં એક ડેલિગેશનને CWGની કમિટી સમક્ષ અમદાવાદનો પ્રસ્તાવ રાખ્યો
- 15 ઓક્ટોબર 2025: કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યૂટિવ બોર્ડે યજમાન શહેર તરીકે અમદાવાદની ભલામણ કરી
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel