2028માં તૈયાર થઈ જશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વિકસતો આ શહેરનો સૌથી મોટો સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, જેમાં 12 હજાર બેઠક ક્ષમતાવાળું એક્વાટિક સેન્ટર, 10 હજાર બેઠકની ક્ષમતા ધરાવતું ટેનિસ સેન્ટર અને 18 હજાર બેઠક ક્ષમતા ધરાવતું ઇન્ડોર એરિના હશે. આ સ્પોર્ટ્સ એન્કલેવમાં જ કોમનવેલ્થ ગેમ્સની મોટા ભાગની રમતોનું આયોજન કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ એન્ડક્લેવની ડિઝાઇન રિયો, પેરિસ, લંડન ઓલિમ્પિક ગેમ્સ માટે માસ્ટર પ્લાન તૈયાર કરનારી ડિઝાઇનિંગ ફર્મ પોપ્યુલસ કરી રહી છે. વર્ષ 2028 સુધીમાં તેનું નિર્માણ કાર્ય પૂરું થઈ જશે. રિવર ફ્રન્ટ એક્લેવ માટે ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરશે.
ઠેર ઠેર વ્હાઈટ ટોપિંગ, આઇકોનિક રોડ, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે, 3 વર્ષમાં 8 વર્ષ જેટલું કામ થઈ જશે
અમદાવાદ, કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન અમદાવાદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને જોડતાં રોડ આઇકોનિક બનાવાશે. આ સાથે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે. આટલું કામ થતાં 8 વર્ષ લાગે, જે 2028ના અંત સુધીમાં પૂરું કરાશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટઃ વ્હાઇટ ટોપિંગ, મોડલ રોડ બનશે
* નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સને જોડતા તમામ રોડ વ્હાઇટ ટોપિંગ કરાઈ રહ્યા છે. રેલવે ટ્રેક તરફનો પાછળનો રસ્તો પણ નવેસરથી બનાવાશે. મોટેરા ખાતે 18 મીટરનો એક રોડ 30 મીટરનો બનાવાશે,જે માટે કપાતમાં આવતા તમામ રહેણાક, કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી દેવાઈ છે, જે તોડયા બાદ આ રસ્તો 30 મીટરનો થશે. આ સિવાય પણ બીજો એક નવો 18 મીટરનો રોડ ખોલાશે.
* નદી પર બેરેજ કમબ્રિજ પણ તૈયાર થઈ જતાં ત્યાંથી પણ પરિવહન શક્ય બનશે. એરપોર્ટથી આ રસ્તા પર સીધું આવી શકાશે. શહેરના તમામ વોર્ડમાં 96 જેટલા રોડ વ્હાઈટ ટોપિંગ બનાવાશે. કેટલાક રોડ આઇકોનિક બનાવાશે.
* ઓગણજથી ગોતા, અખબારથી દધીચિ બ્રીજ સુધી, રખિયાલથી ચામુંડા બ્રિજ સુધી, સિમ્સ બ્રિજથી સુકન બ્રિજથી નીલગિરિ સર્કલ સુધી. સુવિધા ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તાતી એનઆઈડી ટાગોર હોલ સુધી મોડલ રોડ તૈયાર કરાશે.
સિટી બ્યુટિફિકેશનઃ બ્રિજ પર ડિજિટલ પેઇન્ટિંગ કરાશે
* શહેરના તમામ પ્રવેશ દ્વારને વિશેષ બનાવાશે, જેમાં કાફે – ફૂડ સ્ટોલ સહિતની સુવિધા સાથે આકર્ષક ગેટ હશે.
* શહેરમાં બગીચા રસ્તા પરથી દેખાય તેવી જાળીઓ લગાવાશે.
* શહેરમાં હોર્ડિંગ્સ પણ આકર્ષક રીતે લગાવાશે.
* શહેરમાં તમામ ડિવાઇડરની વચ્ચે વૃક્ષ કે છોડ ઉગાડાશે. જે ફૂલથી આચ્છાદિત હોય. બ્રિજને ડિજિટલ પેઇન્ટિંગથી રંગવામાં આવશે.સર્કલો ડેવલપ કરાશે. તેમાં આકર્ષક પ્રતિમા મુકાશે.
મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબઃ 100થી વધુ ઈ-બસ ખરીદાશે
કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાને રાખી બે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે. અખબાર નગર અને હંસપુરામાં મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. તેના માટે ટેન્ડરની જાહેરાત કરાઈ છે. અખબારનગર મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબની નજીક બીઆરટીએસ અને મેટ્રોનું સ્ટેશન છે. તેના માટે ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવશે, જેના પરથી ચાલીને મેટ્રો સ્ટેશને સરળતાથી જઈ શકાશે અને ત્યાંથી મેટ્રો પકડીને મોટેરા ખાતે બનનારા સરદાર પટેલ સ્પોર્ટ્સ એક્લેવ સુધી જઈ શકાશે. બંને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનું કામ 2028માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 100થી વધુ નવી ઇલેક્ટ્રિક બસો ખરીદાશે.
વસ્ત્રાલમાં સ્વિમિંગ પૂલ, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટ બોલ કોર્ટ
ગોતા, રાણીપ, બોડકદેવ અને નિકોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, હાલ 6 તૈયાર, વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડિસેમ્બરમાં ખુલ્લું મુકાશે.
શહેરમાં હાલ છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર છે, જ્યારે ગોતા, રાણીપ, બોડકદેવ, નિકોલમાં આગામી સમયમાં બનશે. જ્યારે વસ્ત્રાલમાં મ્યુનિ.એ તૈયાર કરેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોકાર્પણ કરાશે. કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી ફૂટબોલ. હોકી, બાસ્કેટ બોલ સહિતની વિવિધ રમતો ઉપરાંત ભાલા ફેંક, ગોળા ફેંક. ટ્રીપલ જંપ, વાંસ કૂદ, ડિસ્ક થ્રો, સ્વિમિંગ સહિતની વિવિધ રમતો માટે અમદાવાદને સજ્જ કરાઈ રહ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ ઓડિટોરિયમ (મોટેરા), નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મેમ્કો સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી, એકા ક્લબ, નિકોલ ટ્રેનિંગ સેન્ટર.
કરાઈ પોલીસ એકેડેમી આધુનિક તાલીમ કેન્દ્ર તરીકે વિકસાવાશે
કરાઈમાં 143 એકરવિસ્તારમાં ફૂટબોલ સ્ટેડિયમ, શૂટિંગ રેન્જ, મલ્ટિપર્પઝ એરેના 2028 સુધીમાં તૈયાર કરી દેવાશે.
કરાઈમાં ગુજરાત પોલીસ એકેડેમી આધુનિક તાલીમ કેન્દ્ર તરીકે તૈયાર થશે. અહીં ફૂટબોલ ગ્રાઉન્ડ, શૂટિંગ રેન્જ અને ઇન્ડોર સ્પોર્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ યોજી શકાશે. તે માટેની ટેન્ડર પ્રક્રિયા ડિસેમ્બરમાં શરે. અહીં એથ્લેટિક્સ, 10 મીટર, 25 મીટર, 50 મીટર માટેનો શૂટિંગ એરિયા હશે. વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટ
પણ અહીં યોજાશે. 2028 સુધીમાં તેનું કામ પૂરું થઈ જશે.એથ્લેટિક્સ સ્ટેડિયમ, બેઠક ક્ષમતા 50 હજાર અને ઇન્ડોર શૂટિંગ રેન્જ અને મલ્ટિ પર્પઝ હોલ, જેની બેઠક ક્ષમતા 5 હજાર હશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel