અમદાવાદના મીરા સ્લમ કવાર્ટર્સમાં મજૂરી કરતા જયોતિ હંસરાજભાઇ યાદવ પોતાના પરિવાર સાથે વર્ષ ૨૦૧૯થી મુસ્લિમ કોમ્યુનિટીમાં રહે છે. જયોતિ હંસરાજ યાદવ પોતાની આપવીતી જણાવતા કહે છે કે,,” અમારી બાજુમાં મુસ્લિમ ધર્મમાં માનતા લોકો વધારે રહે છે. તેથી અમને મફતના ભાવમાં મકાન વેચવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. અને અમારી પડોશમાં અલ્લાખાન અને તેમના પરિવાર દ્રારા મને અને મારી નાની બહેનને ધમકીઓ આપવામાં આવે છે કે અમે તમને કિડનેપ કરી દઇશુ અને તમને વેચીને તમારું ધર્માંતરણ કરાવી નાખીશું. આ પ્રકારની ધાક-ધમકીથી મેં અને મારી નાની બહેને બહાર નીકળવાનું અને ભણતર પણ છોડી દીધું છે. અને અમારા માતા-પિતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તેથી મારા પિતા અમારી સુરક્ષાને લઇને ખૂબ ચિંતિત છે. તેથી આ રીતની ધમકીઓથી બચવા અમે તા ૧૫/૬/૨૦૨૩ ના રોજ ઇસમપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગયાં પરંતુ પોલીસ સ્ટેશનના રાઇટર દ્રારા અમને ધમકી આપવામાં આવી, કે અરજી કરવા પછી પણ કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે.
અમારા દ્રારા પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા બાદ પણ મારા માતા-પિતા પર હુમલો કરવામાં આવે છે. અને તેમના પર કોઇ પણ પ્રકારનો કેસ પોલીસકર્મીઓ દ્રારા દાખલ કરવામાં નથી આવતો. ઉપરથી મારા પિતા પર 15 CRPCનો ગુનો નોંધવામાં આવ્યો છે કે તેઓ ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન ગયાં હતાં.”
યુવતી દ્રારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરવામાં આવી છે કે આને લઇને કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે નહીં તો છેલ્લે અમારા પરિવાર દ્રારા આત્મહત્યાનો સહારો લેવો પડશે.