અમદાવાદ શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા ૧૨ બાંગ્લાદેશીઓ એસઓજી દ્રારા પકડવામાં આવ્યા.
એસઓજીના કહેવા પ્રમાણે તેમને બાતમીના આધારે ઘાટલોડિયા, શાહઆલમ અને ચંડોળમાં શોધખોળ શરુ કરી ત્યારબાદ તેમને એ વિસ્તારમાં નામ બદલીને રહેતા ૧૨ બાંગ્લાદેશના લોકો રહેતા હતાં. જેમાંથી કુલ ૮ લોકો શાહઆલમમાંથી મળી આવ્યા હતા. જેમના નામ મોહમંદ રોશન આલમ હુસેન શેખ, શમીમ મોરોલ શેખ, શબુજ શેખ, મોહમંદ રાશોલ શેખ, મોહમંદ અતિક હસન ફકીર, જમીરખાન રજાકખાન, રોની શેખ અને સુજન બિશસને છે. અને ઘાટલોડિયામાંથી મોહમંદ મંજુર શેખ, મોહમંદ અબુ શેખ, ઇમરાન હુસેન શેખ, મોહમંદ સલમાન અંકુન્જીએ એવા ૪ લોકો મળી આવ્યા છે. તેઓ કયાં ઇરાદાથી ભારતમાં આવ્યા છે તે હાલના સમયમાં જાણવા નથી મળ્યું.
ચંડોળા તળાવ, જુહાપૂરા અને ગુજરાતના અન્ય મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવે તો હજુ પણ વધારે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાન મળી આવે તેમ છે.
સરકારે દેશ અને રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી આવા વિસ્તારોમાં સતત, સખત અને સઘન તપાસ ચાલું રાખવી એવો પ્રજામત પ્રવર્તે છે.