રોટરી ક્લબ ઓફ નડિયાદનો ૭૭મો પદગ્રહણ સમારંભ યોજાયો હતો.આગામી વર્ષ ૨૦૨૩થી ૨૦૨૪ માટે નવનિયુક્ત પ્રમુખ પરેશભાઈ રાવને સમારંભના ઈન્સ્ટોલેશન ઓફિસર અમરદીપસિંઘ બુનેટે પિન અર્પણ કરી પદ ગ્રહણ કરાવી શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત પરેશભાઈ રાવની નવનિયુક્ત ટીમ પૈકી સેક્રેટરી એચ.યુ. કામલે સહિતના સભ્યોને પદ ગ્રહણના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
પ્રમુખપદે દવે ગ્રુપ ઓફ કંપનીના એમ.ડી. અને ચેરમેન મૌલિકભાઈ દવે, મુખ્ય મહેમાનપદે અમૂલડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદની બધિર વિદ્યાવિહારની બલિકાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું.
રોટરી કલબ ઓફ નડિયાદના નવનિયુક્ત પ્રમુખ પરેશભાઈ રાવે પોતાના આગામી કાર્યકાળનો સંકલ્પપત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નારેન્દ્રભાઈ મોદી ક્લાઈમેટ ચેન્જ સહિતના પ્રશ્ને કામ કરી રહ્યા છે, ત્યારે રોટરી કલબ નડીયાદ દ્વારા પણ એક હજાર વૃક્ષો રોપવાનો સંકલ્પ છે. પોલીસકર્મીઓ અને ટ્રાફિક પોલીસ માટે બ્લડ ડોનેશન કેમ્પ,દિવ્યાંગ અને વિકલાંગ વ્યક્તિઓ માટે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરવા સહિતના કાર્યો હાથ ધરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. પત્રકારો અને તેમના પરિવારજનો માટે મેડિકલ ચેક અપ કેમ્પ કરવાનો પણ કાર્યક્રમ પણ રોટરી કલબ દ્વારા યોજાશે.
આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી સ્મિતાબેન,પ્રદીપભાઈ દલવાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બધીરવિદ્યા વિહારના પ્રિન્સિપાલ પ્રજ્ઞાબેન ગોર અને ભરતભાઇ શાહે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રોટરી કલબ નડિયાદના ભાઈઓ બહેનો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ