ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર હાલ સરકે ચુનર તેરી ગીતને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલા આ ગીતને તેની અશ્લીલ સામગ્રીને કારણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. વધતી ટીકા અને કાયદેસરની કાર્યવાહી બાદ, નિર્માતાઓએ આ ગીતનું હિન્દી વર્ઝન તમામ સત્તાવાર પ્લેટફોર્મ પરથી હટાવી દીધું છે.
આ ગીત KD The Devil ફિલ્મનો ભાગ છે, જેમાં નોરા ફતેહીના ડાન્સ સ્ટેપ્સ અને ગીતના શબ્દોને અત્યંત અભદ્ર ગણાવવામાં આવ્યા છે. આ મામલે National Human Rights Commissionએ ગંભીરતા દાખવીને નોટિસ પણ જારી કરી છે. એક સામાજિક કાર્યકર અને વકીલે દિલ્હી પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે કે આ ગીત જાતીયતાને પ્રોત્સાહન આપે છે અને યુવા પેઢી પર તેની નકારાત્મક અસર પડી શકે છે.
જોકે વિવાદ વચ્ચે એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે કે ગીતનું માત્ર હિન્દી વર્ઝન જ હટાવવામાં આવ્યું છે. જ્યારે કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં આ ગીત હજુ પણ ઉપલબ્ધ છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકો ભેદભાવભરી કાર્યવાહી અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. સાથે જ Central Board of Film Certification પાસે ગીત સાથે જોડાયેલા નિર્માતાઓ, ગીતકાર અને સંગીતકાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.
આ વિવાદમાં અનેક જાણીતા લોકો પણ જોડાયા છે. ગાયક અરમાન મલિકએ જણાવ્યું કે આવા ગીતો સંગીત અને ગીતલેખનના સ્તરને નીચે લાવે છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ એ પણ સોશિયલ મીડિયા પર આ ગીતની મજાક ઉડાવી અને ટીકા કરી છે.
આટલા મોટા વિવાદ છતાં અત્યાર સુધી નોરા ફતેહી અને સંજય દત્ત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, નોરાએ સાવચેતીના પગલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ ગીતના પ્રમોશનલ વીડિયો દૂર કરી દીધા છે. હાલ યુટ્યુબ પર આ ગીત શોધતા “Content Unavailable” નો સંદેશ જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel