હવે એવુ સામે આવ્યુ છે કે, પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોનનો નવો હપ્તો ચુકવવા સામે આઈએમએફ દ્વારા આકરી શરતો મુકવામાં આવી છે. આઈએમએફનુ કહેવુ છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ઘણી ગંભીર છે. અને આગામી સમયમાં પણ પાકિસ્તાનને લોનની જરૂર પડવાની છે ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ જળાવય તે જરૂરી છે.
નવી શરતોના કારણે હવે પાકિસ્તાનની શાહબાઝ સરકારે વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ પાંચ રૂપિયાનો વધારો કરી દીધો છે. ગેસના ભાવમાં પણ 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં ટેક્સના દર પણ વધારવા માટે કવાયત ચાલી રહી છે.
પાકિસ્તાન પર 100 અબજ ડોલર કરતા વધારે દેવુ છે અને તેમાંથી 30 અબજ ડોલરનુ દેવુ તો એકલા ચીનનુ છે. આ વર્ષે પાકિસ્તાનને લોન પેટે લીધેલી રકમ પૈકી 25 અબજ ડોલર પાછા ચુકવવાના છે. આમ પાકિસ્તાનની સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનનુ વિદેશી હુંડિયામણ હાલમાં તો વધ્યુ છે પણ આ રકમ પાકિસ્તાનને આઈએમએફ, ચીન કે સાઉદી અરબ પાસે લોન પેટે મળેલી છે.