Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી લીલીઝંડી

વિદ્યાર્થીઓને મળશે 10 લાખની લોન, મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી લીલીઝંડી

ભારત સરકારે વિદ્યાર્થિ લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ લોન મેળવવામાં મદદ કરવા માટે આ પહેલ કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર વિવિધ બેંકો દ્વારા આ લોન પ્રદાન કરવાની સુવિધા ધરાવે છે.

વિદ્યા લક્ષ્મી પોર્ટલની મદદથી, વિદ્યાર્થીઓ માત્ર એક જ પોર્ટલ પર લોન માટે અરજી કરી શકે છે અને વિવિધ બેંકોની લોન યોજનાઓની તુલના કરી શકે છે. આ યોજના અંતર્ગત લોન પર સહેલ શરતો તેમજ પરત ચુકવણી માટે સરળ વિકલ્પો ઉપલબ્ધ છે, જેથી શિક્ષણ પુરું કરવાની પ્રક્રિયા સરળ બને.

મોદી કેબિનેટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 3 ટકાના વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન મળશે. આ લોન દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સરકારે આ યોજના માટે 3,600 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે જે નાણાકીય વર્ષ 2024-25 થી લાગુ કરવામાં આવશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.