સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. અગાઉ પહેલી જુલાઈએ ઈલાહાબાદ કોર્ટે શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.
અગાઉ ઈલાહાબાદ કોર્ટે અરજી ફગાવી હતી
અગાઉ ઈલાહાબાદ કોર્ટે અરજી ફગાવતા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટ્રસ્ટે અરજીમાં 1968માં થયેલા કરારની માન્યતા વિરુદ્ધ દલીલ કરી છે અને તે કરારને છેતરપિંડી હોવાનું કહ્યું છે. અરજીમાં એમ પણ જણાવાયું છે કે, સત્તાવાર રીતે ઈદગાહ નામથી જમીનની નોંધણી કરાવી જ શકાતી નથી, કારણ કે તેનો ટેક્સ મથુરાના કટરા કેશવ દેવના ઉપનામ હેઠળ લેવાઈ રહ્યો છે.
શું છે વિવાદ ?
અત્રે ઉલ્લેખનિય છે કે, હિન્દુ પક્ષનો દાવો છે કે, ઓરંગજેબે મથુરામાં મંદિર તોડી મસ્જિદ બનાવી હતી. ઓરંગજેબે 1670માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડાવી દીધું હતું. મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દેવાઈ… મથુરાનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલીકી હકથી સંબંધીત છે. હિન્દૂ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને તે જમીન શ્રી કૃષ્ણ જન્મસ્થાનને આપવાની માંગ કરવામાં આવી છે.