ભારતીય રાજકારણમાં ફરી એકવાર મોટો કાનૂની વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટએ કોંગ્રેસ નેતા પવન ખેડાને તેલંગાણા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના ટ્રાન્ઝિટ જામીન પર સ્ટે લગાવી દીધો છે. આ નિર્ણય આસામ સરકાર દ્વારા કરવામાં આવેલી અરજી પર આવ્યો છે, જેને લઈને બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે પવન ખેડાએ હૈદરાબાદમાં જામીન અરજી દાખલ કરી હતી, જ્યારે કેસ આસામમાં નોંધાયેલો છે. તેમણે આને કોર્ટના કાર્યક્ષેત્ર બહારનું ગણાવીને ન્યાયતંત્રનો દુરુપયોગ ગણાવ્યો હતો.
પવન ખેડાએ પોતાની પત્ની હૈદરાબાદમાં રહે છે તે કારણ આપ્યું હતું, પરંતુ સરકારે રજૂઆત કરી કે તેમના દસ્તાવેજોમાં દિલ્હી સરનામું દર્શાવવામાં આવ્યું છે.
આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી અને ત્યાં સુધી હાઇકોર્ટના આદેશના અમલ પર રોક લગાવી દીધી છે. કોર્ટએ આ પણ સ્પષ્ટ કર્યું કે જો ખેડા આસામની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરે, તો ત્યાંની કોર્ટ આ મામલે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકશે.
Mehta: this is complete abuse of process. He doesn’t say why he cannot go to Assam. In the petition he doesn’t say that his wife has a property.
— Bar and Bench (@barandbench) April 15, 2026
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
આ સમગ્ર વિવાદની શરૂઆત 5 એપ્રિલે થઈ હતી, જ્યારે પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
ખેડાએ આરોપ મૂક્યો હતો કે સીએમની પત્ની પાસે એકથી વધુ પાસપોર્ટ છે અને વિદેશમાં સંપત્તિ હોવા છતાં તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ થોડા સમય બાદ કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગડબડ હોવાનું બહાર આવ્યું.
ત્યારબાદ સીએમ અને તેમના પરિવાર તરફથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને આસામ પોલીસે પવન ખેડા વિરુદ્ધ FIR નોંધાવી.
પોલીસ કાર્યવાહી અને આગળની સ્થિતિ
FIR નોંધાયા બાદ આસામ પોલીસની ટીમ ખેડાના દિલ્હી નિવાસસ્થાને પહોંચી હતી, જ્યારે ખેડા હૈદરાબાદમાં હતા. ત્યારબાદ તેમણે તેલંગાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.
હવે સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ કાનૂની સ્થિતિ બદલાઈ ગઈ છે અને આસામ પોલીસ પાસે કાર્યવાહી આગળ વધારવાનો માર્ગ ખુલ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel