Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

‘સુપ્રીમકોર્ટનો નિર્ણય સામાન્ય નથી, આ તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ જેવું…’, કેજરીવાલ પર અમિત શાહના પ્રહાર

‘સુપ્રીમકોર્ટનો નિર્ણય સામાન્ય નથી, આ તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ જેવું…’, કેજરીવાલ પર અમિત શાહના પ્રહાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જેને પગલે કેજરીવાલ જેલમાંથી બહાર આવી ચૂંટણી પ્રચાર કરવા લાગ્યા છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સામાન્ય નથી, અરવિંદ કેજરીવાલને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલ પ્રચાર દરમિયાન સુપ્રીમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે.

મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળવા આ કોઇ સામાન્ય નિર્ણય નથી, ઘણા લોકોને એવુ લાગી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે.  કેજરીવાલ ચૂંટણી પ્રચાર દરમિયાન કહી રહ્યા છે કે જો આમ આદમી પાર્ટીની તરફેણમાં મતદાન થશે તો મારે ફરી જેલ નહીં જવુ પડે.

કેજરીવાલ આ પ્રકારનું નિવેદન આપીને સુપ્રીમ કોર્ટની અવમાનના કરી રહ્યા છે. જે જજોએ કેજરીવાલને જામીન આપ્યા તેમણે આ નિવેદનોની પણ નોંધ લેવી જોઇએ.

 મે તપાસ કરી છે,  તમામ જગ્યાએ ભાજપની બેઠકો ઘટી રહી છે. હું સીધો જેલમાંથી તમારી વચ્ચે આવ્યો છું, ભાજપે મને જેલમાં ધકેલી દીધો હતો, હું તમને લોકોને બહુ યાદ કરતો હતો, હું તમને બહુ જ પ્રેમ કરું છું. મને ખ્યાલ છે કે તમે પણ મને બહુ પ્રેમ કરો છો.
Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.