Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ તેના માતા-પિતા જવાબદાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહી, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ તેના માતા-પિતા જવાબદાર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ નહી, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગંભીર ડિપ્રેશન અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. ઉપરાંત અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાના દર મહિને કિસ્સાઓ સામે આવે છે. જેના પર સુપ્રીમ કોર્ટે એક મોટું નિવેદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે બાળકોના માતા-પિતાને જવાબદાર ઠેરવ્યા છે.

બાળકોની આત્મહત્યા પાછળ માત્ર માતા-પિતા જવાબદાર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની ઈચ્છાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે. ટોચની અદાલત મુંબઈ સ્થિત ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લાગવવાની વાતને નકારી કાઢી હતી. આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 24 બાળકોએ આત્મહત્યા કરી છે.

વાક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો નથી પરંતુ માતા-પિતાનો છે: SC

આ સાથે, તેમણે પોતાની અરજીમાં કોચિંગ સંસ્થાઓમાં લઘુત્તમ ધોરણો જાળવવાની પણ વાત કરી હતી. કોર્ટે આ અંગે કાયદો બનાવવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે દોષ બાળકોના માતા-પિતાનો છે કોચિંગ સંસ્થાઓનો નહીં. તમને જણાવી દઈએ કે કોટામાં આત્મહત્યા કરનારા બાળકોની ઉંમર 14-16 વર્ષની વચ્ચે છે.

આ વર્ષે 24 વિદ્યાર્થીઓએ કરી છે આત્મહત્યા

તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજસ્થાનના કોટામાં NEET અને JEE કોચિંગ માટે આવેલા 24 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડો છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે કોચિંગ સંસ્થાઓને વિશેષ ભલામણો પણ કરવામાં આવી છે. આમ છતાં આપઘાતના કેસમાં કોઈ ઘટાડો થયો નથી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.