ભારતીય એથ્લીટ્સનું એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે આજે ઈતિહાસ રચી દીધો છે. ભારતને સુતીર્થા મુખર્જી અને અહિકા મુખર્જીએ પ્રથમ વખત મહિલા ટેબલ ટેનિસના ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. સુતીર્થા અને અહિકાને સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓
🇮🇳's Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women's doubles event! 🙌💫
They've broken the barrier in style, getting India's… pic.twitter.com/FDVUgnD06p
— SAI Media (@Media_SAI) October 2, 2023
ભારતને ટેબલ ટેનિસમાં પ્રથમ વખત મળ્યો મેડલ
સુતીર્થા અને અહિકાનો મુકાબલો સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાની સુયોંગ ચા અને સુગયોંગ પાક સાથે હતો. દક્ષિણ કોરિયાની આ જોડીએ ભારતીય જોડીને હરાવી હતી. સુતીર્થા અને અહિકાને 3-4થી હારવા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. સુતીર્થા અને અહિકાના કારણે ભારતને પહેલીવાર એશિયન ગેમ્સના વુમન્સ ટેબલ ટેનિસની ડબલ્સમાં મેડલ મળ્યો હતો. ભારતને એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં પહેલા પણ મેડલ મળ્યા છે. પરંતુ વુમન્સ ડબલ્સમાં આ પ્રથમ વખત છે જયારે ભારતીય જોડીએ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2018માં પુરુષ ટીમે ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.