Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન.એસ.એસ (NSS) ચલાવતી કોલેજો દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે થતા મેળામાં અંબાજીથી 50 કિલોમીટરનાં વિસ્તારમાં 70 કોલેજૉના 2000થી વધુ એન.એસ.એસનાં વિદ્યાર્થીઓ જોડાઈ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતુ.

વધુમાં પ્લાસ્ટિક મુક્ત મેળો બનાનવા માટે બનાસકાંઠા કલેક્ટરનાં સહયોગથી પ્લાસ્ટીકનો વિકલ્પ આપી સેવા કેમ્પોને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યા હતા. તેમજ યુનિવર્સિટી દ્વારા કચરો એકત્ર કરવા મોટી 500 બેગ બનાવી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં જોડાયેલા 70 પ્રોગ્રામ ઓફિસર અને 2000 થી વધુ એન.એસ.એસના વિદ્યાર્થીઓને કુલપતિે અભિનંદન પાઠવ્યા હતા.

 

 

રિપોર્ટ- કમલેશ ઠક્કર(હારિજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.