Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત

ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત

યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમા મોડી રાત્રે આ ઘટના બની હતી. કોઈ અસામાજિક તત્વ દ્વારા મૂર્તિ ને ખંડિત કરવામાં આવી. વહેલી સવારે પૂજારી પૂજા કરવા મંદિરે પહોંચતા મૂર્તિ ખંડિત જોતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ ઘટનાની ડાકોર પોલીસને જાણ થતા ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસમાં માલૂમ પડેલ કે શનિદેવની મૂર્તિને ખંડિત કરી દાન પેટી ની પણ ચોરી કરવામાં આવી.

મંદિર ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે દાન પેટીમાં નથી હોતી વધારે ભેટ, દાનપેટીમાં આશરે હજાર રૂપિયા હોવાની ટ્રસ્ટીઓએ પોલીસને માહિતી આપી હતી.

આ ઘટનાને લઈ ખેડા એસપી રાજેશ ગઢીયા દ્વારા મંદિરની મુલાકાત લેવામાં આવી, મંદિરના ટ્રસ્ટ દ્વારા ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરાઈ, છે એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.