Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

latest news

4,364 stories

સુરત અલથાણમાં સગીરાની છેડતીનો કેસ : આરોપીની ધરપકડ, POCSO હેઠળ FIR

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં 24 એપ્રિલની રાત્રે સગીરાની છેડતીની ઘટના સામે આવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ રસ્તામાં રોકી અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ હિંમતપૂર્વક ચીસો પાડતા આસપાસના લોકો તુરંત દોડી…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી પહેલાં AAPને ઝટકો, કન્ટેન્ટ ચોરી મામલે સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર હવે પૂર્ણ થયો છે અને મતદાન પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી થવાની છે. આ વચ્ચે ડિજિટલ પ્રચારમાં સક્રિય રહેલી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો…

· 2 min read

સુરતમાં AAP પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ : ₹18 લાખની માંગણીનો વીડિયો વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ આપવાના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની માંગણી અને…

· 2 min read

ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી

ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ. અહીંયા અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો જોડાયાં. ગોહિલવાડના નાનકડા ઈશ્વરિયા ગામમાં નિર્માણ થયેલ શિવાલય નીલકંઠ મહાદેવ સ્થાનમાં અખાત્રીજ પ્રસંગે પ્રથમ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ છે. અહીંયા નીલકંઠભાઈ દવેના આચાર્યપદે પાટોત્સવ…

· 1 min read

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

દિલ્હીની રાજનીતિમાં આજે એક મોટો રાજકીય પલટો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સાથેના લાંબા અણબનાવ બાદ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની હાજરીમાં તેમને મીઠાઈ ખવડાવીને…

· 3 min read

પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન, આદિવાસી પીઠોરા કલાને મળી વૈશ્વિક ઓળખ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પ્રખ્યાત પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાએ ફરી એકવાર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની કલા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત…

· 2 min read

મુંદ્રાથી રાષ્ટ્રીય પહેલ : ડી પી વર્લ્ડ દ્વારા ટ્રક ડ્રાઇવરો માટે આધુનિક હેલ્થ સેન્ટર શરૂ

ભારતની અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ આધારસ્તંભ સમાન લાખો ટ્રક ડ્રાઇવરોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મુંદ્રા ખાતેથી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ થયો છે. મલ્ટીનેશનલ લોજિસ્ટિક કંપની DP World દ્વારા દેશનું પ્રથમ અદ્યતન હેલ્થ અને વેલબિઇંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ…

· 3 min read

સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. કથાના સાતમાં દિવસે રામ જન્મ પ્રસંગ સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી છે. ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં…

· 2 min read

અજીત ડોભાલની મોટી પહેલ : મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક, કહ્યું- “હિન્દુ-મુસ્લિમ એક જ જહાજના મુસાફરો”

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ 18 એપ્રિલે વડાપ્રધાન કાર્યાલયમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ રહ્યા હતા, જ્યાં વિકાસ, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.…

· 3 min read

રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ

દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે રાજ્યસભામાં…

· 3 min read