Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે

તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે

પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે.

તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં બંધ થયેલુ અફઘાની દૂતાવાસ અમે બહુ જલ્દી ફરી શરુ કરીશું. હૈદ્રાબાદ અને મુંબઈ સ્થિત અફઘાની કોન્સ્યુલેટના અધિકારીઓએ કાબુલ દ્વારા મળેલી સૂચના બાદ દિલ્હી સ્થિત દૂતાવાસની મુલાકાત પણ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અફઘાન રાજદૂત ફરીદ મમુંડજેના નિયંત્રણ હેઠળના અફઘાન મિશને ભારત સરકાર દ્વારા ઉભા કરાઈ રહેલા સતત પડકારોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીનુ દૂતાવાસ કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી. રાજદૂત ફરીદ મમુંડજેની નિમણૂં જે તે સમયે અશરફ ઘની સરકારે કરી હતી. જોકે તાલિબાને તેમની સરકાર ઉથલાવી નાંખી હતી. અશરફ ઘની અત્યારે દેશ બહાર છે.

આ પહેલા પણ અફઘાની દૂતાવાસે ભારત સરકાર તરફથી સહયોગ નહીં મળતો હોવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી કેટલાક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તાલિબાને મમુંડજેની જગ્યાએ અન્ય કોઈ અધિકારીની નિમણૂંક કરી છે. આ જ સંદર્ભમાં અફઘાન દૂતાવાસના ટ્રેડ કાઉન્સિલર તરીકે કામ કરતા કાદિર શાહે ભારતના વિદેશ મંત્રાલયને પત્ર લખીને દાવો કર્યો હતો કે, તાલિબાન દ્વારા મારી અફઘાન એમ્બેસીના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.