ખેડા જિલ્લાના મુખ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં તમામ તાલુકાઓમાં ૨૮ ઓગસ્ટ બુધવારના રોજ સવારે ૧૧: ૦૦ કલાકે તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કપડવંજ તાલુકા સેવા સદન ખાતે, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં વસો ખાતે, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં ઠાસરા ખાતે, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની અધ્યક્ષતામાં ગળતેશ્વર ખાતે, નાયબ વન સંરક્ષકની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે, નાયબ કલેક્ટર જમીન સુધારણા અને અપીલની અધ્યક્ષતામાં કઠલાલ ખાતે, પ્રાંત અધિકારી નડિયાદની અધ્યક્ષતામાં મહુધા ખાતે, જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં ખેડા ખાતે, જિલ્લા આયોજન અધિકારીની અધ્યક્ષતામાં મહેમદાવાદ ખાતે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માતર તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
ઉપરોકત તાલુકાઓમાં અગાઉ સબંધિત કચેરીએ પોતાની રજુઆત/ફરીયાદ કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી એમ નિવાસી અધિક કલેકટર ભરત જોષી દ્વારા જણાવવામાં આવેલ છે.