Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે પહેલી મેચ

ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે પહેલી મેચ

ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે T20 અને ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ, હવે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયારી કરી રહી છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 દરમિયાન યોજાશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહત્વપૂર્ણ મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં નિર્ધારિત છે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં રોહિત શર્મા કેપ્ટન અને શુભમન ગિલ ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત થયા છે. ટીમમાં વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટ બાદ, 14 માર્ચથી 25 મે 2025 દરમિયાન IPL 2025નું આયોજન થશે, જેમાં ક્રિકેટપ્રેમીઓ વધુ રોમાંચક મેચોનો આનંદ માણી શકશે.

ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થઈ

 ભારતીય ખેલાડીઓની સાથે હેડ કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ જોવા મળે છે. વિરાટ કોહલી, મોહમ્મદ શમી, શુભમન ગિલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને સહાયક કોચ રાયન ટેન ડોશેટ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે દુબઈ જવા રવાના થઈ ગયા છે. મુંબઈ એરપોર્ટ પર તમામ ખેલાડીઓ સ્પોટ થયા હતા. નવા બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ ટીમ સાથે એરપોર્ટ પર જોવા મળ્યા, જ્યારે કપ્તાન રોહિત શર્મા ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે ચર્ચા કરતા નજરે પડ્યો.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આ પ્રવાસ માટે જોડાયો છે. પ્રથમ બેચના ખેલાડીઓ દુબઈમાં પ્રથમ ટ્રેનિંગ સેશનમાં ભાગ લેશે. વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને કેએલ રાહુલ જેવા કેટલાક મુખ્ય ખેલાડીઓ બીજા બેચમાં ટીમ સાથે જોડાશે.

ભારતનો પહેલો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન વિરુદ્ધ છે, જે માટે ટીમની તૈયારી અત્યંત મહત્વની રહેશે.

BCCIના નિયમની અસર દેખાઈ

BCCIના નિયમોની અસર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી BCCIએ એક સમીક્ષા બેઠક યોજી અને ટીમ ઈન્ડિયા માટે ઘણા નિયમો બનાવ્યા. એક નિયમ એવો હતો કે ટીમના બધા ખેલાડીઓ મેચ માટે એકસાથે મુસાફરી કરશે. બધા ખેલાડીઓ BCCIની કડકાઈનું પાલન કરતા જોવા મળ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમશે. ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે. ભારતનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજો મુકાબલો 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે થશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.