ગત જૂન મહિનામાં ફિનલેન્ડના દરિયાકાંઠેથી જહાજનું પ્રથમવાર ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ટ્રાયલ સફર પુરી કર્યા પછી જહાજને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહયું છે. આ જહાજ એપ્રિલ ૨૦૨૧થી ફિનલેન્ડના દરિયાકાંઠે નિર્માણાધિન છે.
ફિનલેન્ડમાં તૈયાર કરવામાં આવી રહેલું એક નવું લકઝરી ક્રુઝશીપ જે ટાઇટેનિક કરતા પ ગણું વિશાળ છે જેને કેરેબિયન આઇકોન ઓફ ધ સી તરીકે ઓળખવામાં આવે છે. આ જહાજ ૧૧૯૮ ફૂટ (૩૬૫ મીટર) લાંબુ અને ૨૦ ડેક જેટલું ઉંચું છે જયારે વજન ૨૫૦૮૦૦ ટન છે. આ જહાજમાં ક્રુ મેમ્બર સાથે ૭ હજાર લોકો બેસી શકે તેટલું વિશાળ છે.
આ જહાજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયા છે અને લોકો તેની ઐતિહાસિક ટાઇટેનિક જહાજ સાથે સરખામણી કરી રહયા છે. ટાઇટેનિકની એકંદરે લંબાઇ ૮૮૨.૭૫ (૨૬૯ મીટર) ફૂટ અને પહોળાઇ ૯૨.૫ ફૂટ (૨૮ મીટર) જેટલી હતી જયારે વજન ૫૨૩૧૦ ટન હતું. ટાઇટેનિકમાં ૧૦ ડેક હતા તેની સરખામણીમાં કેરેબિયન આઇકોન ઓફ ધ સીની અંદર ૨૦ ડેક છે.
દરેક ડેકને ખાસ થીમથી સજાવવામાં આવ્યા છે. જહાજમાં કુલ ૨૦ રેસ્ટોરન્ટસ, ૬ વિશાળ વોટર સ્લાઇડસ, ૧૯ સ્વમિંગ પૂલ, ૧૧ બાર, એક આઇસ રિંક, વેગાસ શૈલીનો કેસિનો,૬૦ ફૂટ ઉંચા બોર્ડમાંથી ડૂબકી મારતા ડાઇવર્સ અને રોબોટ દ્વારા બનાવેલ કોકટેલ્સ, મિની ગોલ્ફ , ટેગ એરિયા, આઉટડોર મૂવી થિયેટર, અત્યાધુનિક જીમ અને લકઝરી સ્પાનો સમાવેશ થાય છે. કુલ ૨૮ જેટલા રહેઠાણ સમુદ્રની બહારના દ્વષ્યો દેખાય તેવા પ્રકારનો લે આઉટ ધરાવે છે.
સૂર્યાસ્ત પછી જહાજ નાઇટલાઇફની જુદી જ દુનિયામાં ફેરવાઇ જાય છે. રેસ્ટોરન્ટસ, એકવા શો અને બાર કલાકો સુધી મહેમાનોનું મનોરંજન કરતા રહેશે. ગત જૂન મહિનામાં ફિનલેન્ડના દરિયાકાંઠેથી જહાજનું પ્રથમવાર ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ટ્રાયસ સફર પુરી કર્યા પછી જહાજને અંતિમ સ્વરુપઆપવામાં આવી રહયું છે. આ જહાજ એપ્રિલ ૨૦૨૧થી ફિનલેન્ડના દરિયાકાંઠે નિર્માણાધિન છે. વિશ્વનું સૌથી વિશાળ જહાજ જાન્યુઆરી ૨૦૨૪થી પોતાની કોર્મશિયલ યાત્રા શરુ કરે તેવી શકયતા છે.