છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત અને લોકોની અને લોકો માટે ની મંડળી એટલે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ ની શાખા નું ઉદ્ઘાટન આજે ભાનુબેન મેઘજી જાંબૂચા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.શહેરના બોરતળાવ વિસ્તારમાં સરીતા સોસાયટી શેરી નં ૫ પ્લોટ નં ૬૭ આજથી શહેરીજનો ને લાભ મળે તે માટે આજથી ખુલ્લી મુકવામાં આવેલ છે .
બેંક ની જો વાત કરવામાં આવે તો બેંકની ૨૬૭ શાખાઓ સમગ્ર ગુજરાતમાં કાર્યાનવિત છે . ૬ વર્ષ થી લઈને ૨૪ વર્ષ સુધી અહી ફિક્સ ડિપોઝિટ ની વ્યવસ્થા છે અને વ્યાજ નો દર બીજી બેંક કરતા ઉચ્ચો આપવામાં આવે છે . મહત્વની વાત જોઈએ તો સાંજના ૬.૦૦ વાગ્યા બાદ પણ મંડળીના ગ્રાહક ને પૈસાની જરૂર પડી હોય તો તેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે .
ભાવનગર કોળી સેના અગ્રણી કાળુભાઈ જાંબૂચા ના પત્ની નીતાબેન જામ્બુચા ને મંડળીના બ્રાન્ચ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે .
સ્ત્રી સશક્તિકરણ નો ઉત્તમ ઉદાહરણ આ બેંકમાં જોવા મળશે.
કેહવાય છે ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે બહેનો પોતાની બચતનો આમુક ભાગ મંડળીમાં જમાં કરાવી ટીપાને સરોવર બનાવી શકે છે અને લાભાન્વિત થશે .
કાળુભાઈ કોળી સેના અગ્રણી ની સાથે સાથે માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નો હોદ્દો વહન કરે છે , ભાવનગર જીલ્લા ફોટોગ્રાફ એસોિયેશનના પ્રમુખ ની સાથે ઘણી બધી સમાજીક કાર્ય કરતી સંસ્થા સાથે જોડાયેલ છે .
આ પ્રસંગે ગુજરાતી ફિલ્મના કલાકાર મમતા સોની , મોના શાહ , ફિલ્મ પ્રોડ્યુસર તૃપ્તિબેન જાંબુચા અને વિપુલભાઈ જાંબુચા , ક્રિકેટર ચેતન સાકરીયા , અજીતભાઈ ચાવડા , રઘુભાઈ પટેલ વિક્રમભાઈ પરમાર , મેયર ભરતભાઈ બારડ , ભાજપ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા .