Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા કપડવંજ ખાતે યોજાશે

૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા કપડવંજ ખાતે યોજાશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નડિયાદ-ખેડા દ્વારા ૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન સી.એન.વિદ્યાલય ડી.એલ.એસ.એસ. શાળા કપડવંજ ખાતે કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખેડા જિલ્લાની તમામ શાળાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ છે. ખેડા જિલ્લા વિસ્તારમાં આવતી તમામ શાળાના ખેલાડીઓને નીચે દર્શાવ્યા મુજબ જુદા જુદા વય જૂથની સબ જુનિયર ભાઈઓ, જુનિયર ભાઈઓ-બહેનોની સુબ્રટો ફૂટબોલની સ્પર્ધામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે.

જેથી તમામ શાળાઓમાં જિલ્લાકક્ષાની આ સીધી સ્પર્ધામાં તારીખ ૦૭/૦૭/૨૦૨૩ સુધીમાં શાળાની એન્ટ્રી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, સ્પોર્ટસ કોમ્પલેક્ષ મરીડા ભાગોળ, ભૈરવનાથ મંદિરની સામે, નડિયાદ મોકલી આપવાની રહેશે. આ ૬૨ મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધાની વયજૂથમાં સબ જુનિયર ભાઈઓ અં – ૧૪ જન્મ તારીખ ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા હોવા જોઈએ. ભાઈઓની સ્પર્ધાની તારીખ ૧૦/૦૭/૨૦૨૩ રહેશે. તેમજ જુનિયર ભાઈઓ બહેનો અં- ૧૭ જન્મ તારીખ ૦૧/૦૧/૨૦૦૭ પછી જન્મેલા હોવા જોઈએ. જુનિયર ભાઈઓ સ્પર્ધા તારીખ ૧૧/૦૭/૨૦૨૩ અને જુનિયર બહેનોની સ્પર્ધા તારીખ ૧૨/૦૭/૨૦૨૩ રહેશે.

આ સ્પર્ધાની વધુ માહિતી માટે ટેકનિકલ મેનેજર મુસ્કાન સિંધી મો. ૯૬૬૨૬૩૮૪૮૨ સંપર્ક કરવાનો રહેશે.

 

રિપોર્ટ – સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.