ભારતીય વાયુસેનાના આધુનિકીકરણમાં લાગેલી મોદી સરકાર એક તરફ ફાઈટર જેટ ખરીદી રહી છે, તો બીજી તરફ ઓછા સમયમાં સેનાને કોઈપણ સ્થળે લઈ જવા સક્ષમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો સૌથી મોટો કાફલો તૈયાર કરી છે. ભારત સરકારને સ્પેન પાસેથી ખરીદાયેલ મીડિયમ ટેકનિકલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295નું પહેલુ યુનિટ મળી ચૂક્યું છે, જેને રક્ષામંત્રી રાજનાથ સિંહે ઔપચારિક રીતે વાયુસેનાને સોંપી દીધું છે. હિંડન એરબેઝ પર ઔપચારિક કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રીએ C-295 એરક્રાફ્ટની પૂજા કરી એરફોર્સના અધિકારીઓને સોંપ્યું હતું.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી પૂજા
રક્ષામંત્રી રાજનાથ સિંહે એરબેઝ પર જ C-295 એરક્રાફ્ટની પૂજા કરી હતી. એરક્રાફ્ટ પર ૐ બનાવવામાં આવ્યું અને સ્વસ્તિકનું પ્રતિક પણ બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વાયુસેનાના સૌથી વરિષ્ટ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને વિશ્વના શ્રેષ્ટ મીડિયમ વેટ (મધ્યમ વજન) ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાનું એક ગણવામાં આવે છે અને ભારતમાં જ્યારે તેના બધા યુનિટ પહોંચી જશે, ત્યારે ભારતીય વાયુસેના પાસે આ એરક્રાફ્ટનો સૌથી મોટો કાફલો તૈનાત થઈ જશે.
#WATCH | Defence Minister Rajnath Singh formally inducts C-295 MW transport aircraft into the Indian Air Force at Hindon Airbase in Ghaziabad pic.twitter.com/hiIdEipFxY
— ANI (@ANI) September 25, 2023
56 એરક્રાફ્ટનો આપ્યો હતો ઓર્ડર
C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે ભારત સરકારે સૌથી મોટો ઓર્ડર આપ્યો છે. ભારતે કુલ 56 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી મળી ચૂકી છે. આ સિવાય 15 અન્ય એરક્રાફ્ટ સ્પેનથી બનીને આવશે.
Bharat #DroneShakti, a two-day, first-of-its-kind, live demonstration event, organised by the Drone Federation of India @dronefed in collaboration with #IAF was inaugurated by the Honourable Raksha Mantri Shri Rajnath Singh today at AF Stn Hindan, Ghaziabad.#AtmanirbharBharat pic.twitter.com/iqfwl522Bx
— Indian Air Force (@IAF_MCC) September 25, 2023
ભારતે વર્ષ 2020માં આ એરક્રાફ્ટને ખરીદવાનો નિર્ણય લીધો હતો. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીએ 2020માં આ માટે મંજૂરી આપી હતી, પરંતુ તેનો ઓર્ડર સપ્ટેમ્બર 2021માં આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર મુજબ 16 એરક્રાફ્ટ ફલાય-અવે કન્ડિશનમાં ભારત આવવાના હતા. જેમાનું એક એરક્રાફ્ટ આવી ચૂક્યું છે.
40 એરક્રાફ્ટ બનશે ભારતમાં
આ 16 એરક્રાફ્ટ ઓર્ડરના 48 મહિનાની અંદર મળી જશે, જેમાંથી પ્રથમ એરક્રાફ્ટ આવી ગયું છે, બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં જ બનાવવામાં આવશે. ભારતમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ આ 40 એરક્રાફ્ટ આગામી 10 વર્ષમાં બનાવવામાં આવશે. જેના માટે ભારતીય કંપની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કામ કરશે.
શું છે તેની વિશેષતા
C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એક સાથે 70થી વધુ સૈનિકોને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકે છે. આ સિવાય તેની રેન્જ ઘણી વધારે છે. એટલું જ નહીં આ એરક્રાફ્ટ પર રડાર પણ તૈનાત કરી શકાય છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295ને મલ્ટી યુટિલિટી ગણવામાં આવે છે. તે C-130 હરક્યૂલિસ કરતાં કદમાં થોડા નાના છે અને પ્રમાણમાં ટૂંકા રનવે પર પણ ઉતારી શકે છે. એટલું જ નહીં, આ એરક્રાફ્ટ ભવિષ્યમાં ભારતના અવાક્સ રડાર માટે સ્ટેશન તરીકે પણ કામ કરી શકે છે.