Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ

રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ

ફાઈટર જેટ રાફેલ બનાવનારી કંપની દસોલ્ટ એવિએશને ભારતના ટાટા ગ્રૂપ સાથે મોટી ડીલ કરતાં હવે રાફેલનું બૉડી ભારતમાં જ બનશે.  દસોલ્ટ એવિએશન હવે ટાટા ગ્રૂપ સાથે મળી ફાઈટર પ્લેન રાફેલની બૉડી ભારતમાં જ બનાવશે. દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડે ભારતમાં જ રાફેલ ફાઈટર પ્લેનના બૉડી પાર્ટ્સ બનાવવા ચાર પ્રોડક્શન ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર દેશની એરસ્પેસ  મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને મજબૂત બનાવવા તથા ગ્લોબલ સપ્લાય ચેઈનને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે.

આ સુવિધા ભારતના એરસ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઢાંચામાં એક મહત્ત્વપૂર્ણ રોકાણને પ્રોત્સાહન આપશે. આ પગલું ભારતમાં ફાઈટર પ્લેનના મેન્યુફ્ચરિંગને વેગ આપશે. રાફેલ ફાઈટર જેટના મહત્ત્વના પાર્ટ્સનું નિર્માણ ભારતમાં કરશે. જેમાં ફ્યુલના  fuselage, વિમાનનો પાછલો હિસ્સો, સેન્ટ્રલ  fuselage અને ફ્રન્ટ હિસ્સો સામેલ છે. આ પ્રોડક્શન પ્લાન્ટમાંથી 2028 સુધી રાફેલની પ્રથમ  fuselage એસેમ્બલી લાઈન શરૂ થશે. પ્રોડક્શન પ્લાન્ટ સંપૂર્ણપણે સંચાલિત થઈ ગયા બાદ દરમહિને 2  fuselage તૈયાર થશે.

શું હોય છે રાફેલ જેટનો  fuselage?

રાફેલ ફાઈટર જેટમાં  fuselage વિમાનો મુખ્ય ઢાંચો છે. જે સેન્ટ્રલ હિસ્સો છે. ત્યાં પાયલોટ કૉકપીટ, એન્જિન, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને હથિયારને જોડવામાં આવે છે. વિંગ્સ અને ટેલને પણ સહારો આપવા તેની જરૂર પડે છે. રાફેલનું  fuselage હળવો અને કાર્બન-ફાઈબરની મજબૂત કમ્પોઝિટ સામગ્રીઓથી બનાવવામાં આવે છે.  fuselage વિમાનની સ્થિરતા, એરો ડાયનામિક્સ, અને રડાર ક્રોસ-સેક્શન ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. રાફેલનો  fuselage સર્પેન્ટાઈન એર ઈનટેક અને કમ્પોઝિટ સામગ્રીના લીધે રડાર ડિટેક્શનમાં ઘટાડો કરે છે.

પહેલી વાર ફ્રાન્સની બહાર  fuselage ઉત્પાદન

ધસોલ્ટ એવિએશનના ચેરમેન અને સીઈઓએ જણાવ્યું હતું કે, પહેલીવાર રાફેલના  fuselageનું ઉત્પાદન ફ્રાન્સની બહાર કરવામાં આવશે. જે ભારતમાં અમારી સપ્લાય ચેઈનને મજબૂત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું છે. ભારતીય એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ટોચના ખેલાડીઓ પૈકી એક Tata Advanced Systems limited સહિત અમારા સ્થાનિક પાર્ટનર્સને આ વિસ્તરણ બદલ આભાર. સપ્લાય ચેઈન રાફેલના સફળ નિર્માણમાં યોગદાન આપવા અને અમારા સમર્થનથી ગુણવત્તા અને સ્પર્ધાત્મક જરૂરીયાતો પૂરી કરશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.